પોસ્ટ્સ

ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે

છબી
રાજસ્થાની સિંધી ગેવર ની બોલબાલા ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે રંગોથી ધુળેટી નો તહેવાર જોરદાર રીતે મનાવવામાં આવી રહ્યો છે હોળી ધુળેટી ના તહેવારમા મહેમાનો ધરે આવતા હોવાથી તેમનુ સ્વાગત કરવામાં મો મીઠું કરાવવા માટે રાજસ્થાની સિંધી મારવાડી ગેવર નો‌ વધુ પડતો ઉપયોગ થતો હોઈ ડીસામાં મીઠાઈ ની દુકાનો પર‌ હોળી- ધુળેટી ના તહેવારમા મારવાડી સિંધી ગેવર બનાવતા હોઈ લોકો આ મારવાડી સિંધી ગેવર ખરીદતા હોય છે ત્યારે મારવાડી ગેવર બનાવતા કારીગરો નજરે પડે છે. બ્યુરો રિપોર્ટ PHN News બનાસકાંઠા

અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ

છબી
અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન  દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અને અંબાજીમાં દિવસના હજારો યાત્રિકો માં થી દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ અંબાજીમાં દેશી વિદેશી દારુની રેલમછેલ થઇ રહી અને અંબાજીના ભાટવાસ અને આઠ નંબર વિસ્તાર તો જ્યારે રાજસ્થાન માં છુટી છે તેજ રીતે આ વિસ્તારોમાં દેશી દારુના સ્ટેન્ડ આપવામાં આવ્યા ત્યારે અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓ દારૂના નશામાં ધૂત રહીને સોડાની લારીઓ લઈને ઊભા રહે છેત્યારે બસ સ્ટેન્ડ આગળ થી મંદિર જતા યાત્રિકો સાંભળતાં હોય ત્યારે મન ફાવે તેમ ગંદી ભાષાનો ઉપયોગ કરતા હોય ત્યારે અંબાજી મંદિર નું નામ ખરાબ ન થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે લારીઓ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી અને મળતી માહિતી મુજબ સોડાની લારીઓ ની હાડમા દારુનું પણ બસ આ આગળ થતું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે તો પોલીસ દ્વારા વહેલી ત

લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવ્યો

છબી
લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવેલ, આ ઉદઘાટન પ્રસંગે ગામના લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, નાનજીભાઈ ઝાલા જી ડેપ્યુટી સરપંચ શ્રી, વાઘેલા દેવરાજ ભાઈ મંડળી ના મંત્રી શ્રી,જી ટી પટેલ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઇઝર શ્રી, ડુગરાભાઈ તથા સંજય ભાઈ મલેરીયા તથા શુભાગબેન આશાવર્કર  ગીતાબેન,તથા જમનાબેન શાળા આચાર્ય શ્રી કેસાભાઈ પરબત ભાઈ માસ્તર અને ગૌભક્ત શાસ્ત્રી  નરસી એચ દવે તથા શાળા ના સ્ટાફે હાજરી આપી બાળકોને રસી અપાવી.  બ્યુરો ચીફ પ્રધાન સિંહ પરમાર PHN NEWS 

શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી

છબી
- શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન એમ.એલ.ચૌધરી એ તપાસ કમીટીની કરી હતી રચના - બનાસ બેંક માં 40 અધિકારી-કર્મચારીઓની ખોટી ભરતી કરી હોવાનું ખુલ્યું તપાસમાં આપણી બેંક બનાસ બેંક" ના જનરલ મેનેજર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ અશોક ચૌધરી ને ભરતી કૌભાંડ સહિત માં સંડોવણી બહાર આવી છે. જેથી બનાસ બેંક ની વહીવટી કમિટી એ અશોક ચૌધરી ની હકાલપટ્ટી કરતાં ચહલ પહલ વ્યાપી જવા પામી હતી.  ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન તેમજ બનાસ બેંક ના તત્કાલીન ચેરમેન શંકર ચૌધરી ના એક હથ્થુ શાસન અને સગાવાદ તેમજ પરીવારવાદ ઉભો કરીને બનાસ ડેરી તેમજ બનાસ બેંક માં બોગસ ભરતી ઓ કરી જીલ્લા બહારના ઉમેદવારો ને પણ પોતાના હિત માટે નોકરીઓની લ્હાણી કરી હોવાની જીલ્લા ભરમાં બૂમરાડ ઉઠવા પામી હતી. બનાસ બેંક માં પણ પણ શંકર ચૌધરી એ પોતાના ભાણેજ ને જનરલ મેનેજર તરીકે બેસાડી એકહથ્થુ શાસન ચલાવતા સહકારી આગેવાનો સહિત કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયો હતો તેમજ તાજેતરમાં જ યોજાયેલી બનાસ બેંક ની ચૂંટણી અગાઉ જ બોગસ ભરતી કરવામાં આ

દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા

છબી
*દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા દાંતા પોલીસની કામગીરી ૬ થી ૧૫ તારીખ સુધીની ટ્રાફિક ડ્રાઇવ* ગુજરાત રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવાં માટે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ વડા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને ૬ માર્ચથી ૧૫ માર્ચ સુધીમાં હેલ્મેટ થતાં સીટ બેલ્ટના ભંગનાં કેસો કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ આને હેલ્મેટનાં વધુમાં વધુ કેસ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી તેમાં એક વાહનને બસો સાત મુજબ ડીટેન કરવામાં આવ્યું હતું અને પીસ્તાલીસ જેટલા વાહનોને એની મેમાં આપી કાયદાનું ભાન કરાવ્યું હતું જેમ દાંતા જાદવ પીએસઆઇ અને દાંતા પોલીસની સુંદર કામગીરી થી દાંતા વિસ્તારના લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે દાંતા પોલીસ નિયમોના ભંગ કરનારાઓમાં ઉપર લાલ આંખ કરતાં વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસની સુંદર કામગીરી ના કારણે અકસ્માત થતાં અટકાય અન

બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ?

છબી
*બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ? દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દવાખાના ચલાવવા દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની રાવ*  દાંતા મોકડી નવાવાસ હડાદ જીતપુર જેવાં વિસ્તારોમાં  ઠેર ઠેર બોગસ તબીબો મનુષ્ય જીવન સાથે ચેડા કરીને દાખલ કરતા નજરે જોવા મળી રહ્યા તેમજ ડિગ્રી વગરના હાર્ડવેર પણ પોતાનું એક્સરે મશીન લઈ લોકો જોડેથી પાટા પેટ્ટી ના નામે હાજારો રૂપિયા ખંખેરી રહ્યા છે દાંતા ગામ મા અને આખા તાલુકામાં જ્યા જુઓ ત્યાં ડિગ્રી વગર ના બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે તેમ છતાં તંત્ર અજાણ દાંતા તાલુકામાં રોજનો એક બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી બેસી જતો હોય છે અને જાણે પોતે એમબીબીએસ હોય તેમ મનુષ્ય જીવન સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો દાંતા તાલુકા ની ઘણના એક પછાત એરિયામા થાય છે .અહીંના લોકો ને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ના હોવાથી આવા બોગસ ડૉક્ટરો પાસે જવા મજબુર થવું પડતું હોય છે અને આનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ડૉક્ટરો લૂંટતા હોય છે વધુ મા

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!

છબી
બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.! બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની જિલ્લાની કારોબારી ની મીટીંગ આજરોજ કુંડળ ધામ ખાતે યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનાર મહા સંમેલનમાં જોડાવાની જાણકારી અને આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. ગત ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર એકતા સંગઠનની પ્રદેશ કારોબારી મિટિંગમાં પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોના હિત માટેનાં વિવિધ 14 મુદ્દાઓની માંગ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ હકારાત્મક પ્રતિસાદ પણ સપડાયો હતો.જયરાજ બોટાદ જિલ્લા કારોબારીમાં તેની જાણકારી આપવામાં આવી હતી. ભાવનગર થી પધારેલા પ્રદેશ પ્રતિનિધિ શ્રી જલ્દીપ ભાઈ ભટ્ટ, નિર્મળ ગુજરાતના પેપર ના તંત્રીશ્રી દ્વારા પત્રકારત્વ ને લગતી મહત્વની જાણકારી આપી હતી તેમજ જિલ્લાની કારોબારીમાં સ્થાનિક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી.  આ બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન કારોબારી મિટિંગમાં પ્રભારી રાજેશભાઈ શાહ ,જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદ તાલુકા પ્રમુખ

ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે

છબી
ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન  મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે જીવન જરૂરિયાતની ચીજોમાં મોંઘવારીએ સામાન્ય પ્રજાને સકંજામાં ઝકડી લીધા છે ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતુ રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહયા  નથી ગરીબોના આ ફ્રીજનો રાજસ્થાની સફેદ માટલાના ભાવમાં દર વર્ષે દશ ટકાનો વધારો થતો જોવા મળે છે . ડીસા શહેરના ગાયત્રી વિસ્તાર, જલારામ મંદિર, બેકરી વ્હોળામાં તેમજ બજારો વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાનો જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીનુ પ્રમાણ દિન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતુ આ રાજસ્થાની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા ડીસા શહેરમાં નજરે પડવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા

થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે જગત કલ્યાણ માટે 72મો સુંદરકાંડ પાઠ યોજાયો

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે જગત કલ્યાણ માટે  72મો સુંદરકાંડ પાઠ યોજાયો  રામચરિત માનસ નુ પાંચમુ સોપાન સુંદરકાંડ જેના હનુમાનજી સમક્ષ પાઠ કરવાથી આધી વ્યાધિ ઉપાધી નો નાશ થઈ મનોકામના પૂર્ણ થાય થાય ,શની પનોતી ના નડે નોકરી, ધંધા માં બરકત થાય તેવો સંતો તથા કથાકારોનો મત છે થરાદ તાલુકાના ભૂરિયા મૂકામે 11મુખી હનુમાનજી આશ્રમના મહંત સંત ઘેવરદાસ બાપુ ગુરુશ્રી 1008 જગતગુરુ વાસુદેવાચાર્યજી  મહારાજ પંચ નિર્માણી અખાડા હનુમાન ગઢી અયોધ્યા આચાર્ય ગાદી કુબાજી દ્રારા પીઠાધિશ જીથડા (રાજ.) જગત કલ્યાણ માટે સવા વર્ષ સુધી દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જે તા 22/1/22ને શનિવારે પૂર્ણ થયેલ પરંતુ ભકતજનોની માંગને ધ્યાનમાં લઈને સંત ઘેવરદાસ બાપુ દ્રારા જયાં સુધી સુંદરકાંડના સૌજન્ય દાતાઓ ચાલુ રહેશે ત્યાં સુધી દર શનિવારે સુંદર કાંડ પાઠ ચાલુ રહેશે નો નિર્ણય લેવાતાં સતત 72મા શનિવારે જગત કલ્યાણ માટે સુપ્રસિદ્ધ રામાયણ, ભાગવત, શિવકથાકાર કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાલા ના સુમધુર સ્વરમાં ઠાકોર ગણાભાઈ કરસનજી મુ છનાસરા તા થરાદ ના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો ની હાજરીમાં સંપન

લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ સન્માન કર્યું હતુ

છબી
લુવાણા કળશ ની એસ બી આઈ બેંક ની અંદર નોકરી કરતા ચેતનભાઇ ગેલોત રાજસ્થાનના કેશિયર તરીકે લુવાણા  કળશ ની બેંકમાં ફરજ બજાવતા હતા તેમનો આજે વિદાય સમારોહ યોજાયો હતો   આ વિદાય સમારોહ મા લુવાણા ગામ ના વતની શાસ્ત્રી મદનભાઈ અને શાસ્ત્રી  નરસી એચ દવે મંત્ર ઉચ્ચાર થી માન-સન્માન સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેશિયર ચેતનભાઇ ગેલોત નુ  સન્માન કર્યું  હતુ તેમાં ઉપસ્થિત બેંક મેનેજર પરસોત્તમ ભાઈ સાહેબ શ્રી ફિલ્ડ ઓફિસર પિયુષભાઈ કે પટેલ જીતેન્દ્રભાઈ અને એસ બી આઈ સ્ટાફ ભાવેશભાઈ તથા શીવાભાઈ અને વાલજીભાઈ અને શામળસીગ રાજપુત અને દશાભાઈ અને દૂધ ડેરીના મંત્રી જી ટી પટેલ અને મઘજી ઠાકોર અને ગ્રામજનો ઉપસ્થિત રહીને ચેતનભાઈ એ જે પાછલા પાંચ વર્ષથી બેન્ક ની અંદર કેશિયર તરીકે સેવા આપી એ બદલ બેંકના સ્ટાફ  ગ્રામજનો દ્વારા તેમનો સન્માન કરી પછી વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો અને કેશિયર ચેતનભાઇ ગેલોત એ બેંક સ્ટાફ અને  ભૂદેવોનો અને ગ્રામજનો સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે

છબી
ડીસામાં હોળી-ધુળેટી પર્વે ધાણી,ખજુર, હારડા, તેમજ પીચકારીઓથી* *બજારો ધમધમી ઊઠી દિવાળી અટેકટે પણ હોળી તો મોરા ધરે...... ગુજરાત રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં કામ ધંધા અર્થે રાજસ્થાનના વતની અને આદીવાસીઓ મોટા પ્રમાણમાં વસાહત કરતા હોય છે જો તે મારવાડી લોકો તેવો દિવાળી ગમે ત્યાં તહેવાર ઉજવતા હોય છે પરંતુ હોળી- ધુળેટી નો તહેવાર જરૂર થી પોતાના વતન રાજસ્થાનમાં જઇને ઉજવતા હોય છે અને આને કારણે મારવાડી માં કહેવત છે કે દિવાળી તો અઠે કઠે પણ હોળી ધુળેટી તો ધેર જ એટલે ગુજરાતમાં વસતા રાજસ્થાની આવા પરિવારો તેમજ આદીવાસીઓ હોળી ધુળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવવા પોતાના વતન તરફ રવાના થતાં હોય છે આને કારણે ડીસા શહેરમાં હોળી ધુળેટી પર્વ ને લઈને બજારમાં લોકોની ભરચક ભીડ જોવા મળી છે તો બીજી બાજુએ તહેવારોને લઈને ખજુર, હારડા,પતાસા, ધાણી પીચકારીઓ તેમજ રંગોની દુકાનો, લારીઓ નજરે જોવા મળી રહી છે.                   બનાસકાંઠા જિલ્લામાં હોળી-ધુળેટી ના તહેવારને લઈને લોકોમાં આનંદ નો માહોલ જોવા મળી રહ્યો છે આ તહેવારને‌ સાથે ભારતીય સંસ્કૃતિના રીતી રીવાજો જોડાયેલા હોય છે. નાના બાળકોના ઢુઢના પ્રસંગો,સગાઈ ધરાવતા યુગલોના પ

બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી..

છબી
દાંતા તાલુકાના નવાવાસ ગામ  ની પરિણીતાને     શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા  સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..... બનાસકાંઠા ના વડગામ તાલુકાની તેનિવાડા ગામ ની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ દાંતા ના નવાવાસ ગામે રહેતા યુવાન સાથે થયા હતા,લગ્ન ના થોડા વર્ષો પછી પણ  યુવતીને સંતાન ની પ્રાપ્તિ ના થતા સાસરિયાઓ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ત્રાસી ગયેલી પરણીતાએ એ સાસરિયાઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.. પ્રાપ્ત વિગત મુજબ છાપી ના  તેનિવાડા ના શ્રીમાળી ( સ્વ) નરસિંહ ભાઈ ને સંતાન માં ત્રણ દીકરીઓ છે એમ બીજા નંબર ની  દીકરી નીતાબેન ના લગ્ન આશરે 15 વર્ષ અગાઉ દાંતા તાલુકાના નવાવાસ ખાતે રહેતા શ્રીમાળી નાગર ભાઈ ખેમાં ભાઈ ના પુત્ર હર્ષદ  સાથે થયા હતા ...લગ્ન ના થોડા સમય સુધી સાસરિયાઓ દ્વારા સારું રાખવામાં આવતું ...લગ્ન ના થોડા સમય પછી નીતાબેન એમના પતિ સાથે કામ ધંધા માટે અમદાવાદ રહેવા ગયા હતા ...ત્યાં એમના પતી કોઈ કામ ધંધો કરતો ન હોય એ વારંવાર નીતા બેન પાસે પૈસા ની માગણી ને લઈને મારઝૂડ કરતો ,દરરોજ ના ઘર કંકાસ - ઝગડા ને લઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

છબી
*"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે ઉજવણી કરાઈ* આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચની મહિલાઓના મહત્વને ઉજાગર કરવા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. બપોરે 12 થી 3 દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં   મહિલા જાગૃતિ અભિયાનના તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણ તથા કન્યા-કિશોર કૌશલ્યના તાલુકા સંયોજક કિરણબેન ભાવસારે દિપ પ્રજ્વલિત કરી મહિલા સંમેલનનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ જશોદાબેન પટેલ, કપિલાબેન પટેલ અને રેખાબેન સુથાર દ્વારા દેવ પૂજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહિલાઓ પર પુષ્પ વર્ષા કરી સમગ્ર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.  ત્યારબાદ ગાયત્રી પરિવારમાં મહિલાઓ દ્વારા ચાલતા  નારી જાગરણ અભિયાન, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર,   બાળ સંસ્કાર કેન્દ્રો, કન્યા-કિશોર કૌશલ્ય આંદોલન વધુ વેગવાન બનાવવા આ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી એવા મંજુલાબેન ચૌહાણ, અમિતાબેન પ્રજાપતિ, વિલાસિનીબેન પટેલ , કિરણબેન ભાવસાર, ર

તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું

છબી
તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્કિંગ, કલ્ચર સર્વે,ઇનસ્યોરન્સ,ટેલે લો, ડિમેટ,આધાર,જેવા ખાતાના અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા.તેમની સાથે ૧૦ મોટી કંપની પાર્ટીસિપેટ કરવામાં આવી હતી. જેમ કે રેનોટ,મહિન્દ્રા,ટાટા, એક્સિસબેન્ક, એચડીએફસી બેન્ક,બજાજ ટોપ લેવલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અરવલ્લીજિલ્લા ડિસ્ટ્રીક મેનેજર મિહિર પંચાલ, કૌશલ સોની District coordinator અર્પણ બારીયા દ્વારા CSC ની અંદર ૩૦૦થી વધારે સર્વિસ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની સર્વિસ આયુષમાન,ઇ-શ્રમ,પી એમ કિસાન જે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો ને ખુબજ ઉપયોગી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS

ભિલોડા તાલુકા પત્રકાર એકતા સંગઠન ની રચના સર્વાનુમતે વરણી કરવામાં આવી.

છબી
ગુજરાત પત્રકાર એકતા સંગઠન ની ભિલોડા તાલુકાની સમિતિની રચના કરવા માટેની બેઠક શામળાજી વિષ્ણુ મદિર ખાતે જિલ્લા પ્રમુખ વિપુલ રાણા ,શૈલેષ પડયા સહિત જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજરોજ મળી હતી. જેમાં તાલુકા સંગઠનની રચના સર્વાનુમતે કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે જીત ત્રિવેદી(ભિલોડા) ઉપપ્રમુખ તરીકે  શરીફ મન્સૂરી (ભિલોડા) સંજય ગાંધી(શામળાજી) મહામત્રી તરીકે બિપિન પટેલ(સુનોખ) મંત્રી-ચિંતન જોષી(ભિલોડા)સહમંત્રી- જ્યોતિકા ખરાડી ( ભિલોડા) ખજાનચી- ગનીભાઈ મન્સૂરી (ટોરડા) આઈ ટી સેલ-વિનોદભાઈ શર્મા(શામળાજી) સહિતની નિમણૂક કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS 

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે  આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી  મહારાજ નુ સ્થાન આવેલ છે વિશ્વ જયારે કોરોના ,પ્રાકૃતિક વિપદાઓ, યુદ્ધ ના ભયના માહોલ વચ્ચે જજુમી રહ્યુ છે તેવા સમયે 11મુખી હનુમાન દાદા ના  ભક્ત સંત ઘેવરદાસ બાપુના  દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાના સંકલ્પ અન્વયે  71મો સંગીતમય સુંદરકાંડનો પાઠ વિશ્વ કલ્યાણ હેતુ માનસ કથાકાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલાના વ્યાસાસને  સાધુ મફારામ ગુલાબદાસ વલાદરવાલાના સૌજન્યથી કરવામાં આવેલ આ પ્રસંગે શેણલ માતાજી મંદિરના મહંત હરિનાથજી મહારાજ, મોરીખા નિવાસી શેણલ ઉપાસક ગણપતલાલ મહારાજ તથા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ ગણમાન્ય લોકો એ હાજરી આપેલ આ પ્રસંગે દર શનિવારે  સાત્વિક ભોજન પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવે છે તેમ આજે પણ બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધેલ.  અહી નિયમિત અન્નક્ષેત્ર પણ ચાલુ  છે રાત્રે સુમધુર ભજન સંધ્યા નુ આયોજન પણ હોય છે ઘેવરદાસ  બા

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO*

છબી
બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO* તલાટીઓ ગેરહાજર રહેવામા દાંતા તાલુકો પ્રથમ નંબરે હોય તેવું અનુમાન*  બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવામાં આવેલ છે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ મીડિયાને મુલાકાત આપતાં જણાવ્યું છે.           તેમણે કહ્યું કે, પંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*

છબી
લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને શાળા કક્ષાએ બાળકોમાં સાહિત્ય અને વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય, તેઓ ભાષા અભિવ્યક્તિ સાધી શકે તેમજ પુસ્તક પ્રત્યે જાગૃતિ કેળવે તેવા અભિગમથી આયોજિત પુસ્તક વાચક સ્પર્ધાનું તાલુકા કક્ષાએ ઓનલાઈન માધ્યમથી ધોરણ:-૩ થી ૯ અને ૧૧ના  C.R.C. કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ માટે તારીખ:૨૮-૦૨-૨૦૨૨ને સોમવારે સ્પર્ધા યોજાઈ હતી.જેમાં લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણા શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી શાળાની દીકરી સોલંકી અવનીબેન માનસુંગભાઈએ લાખણી તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં ધોરણ:-૧૧ વિભાગમાં તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળાના માર્ગદર્શક શિક્ષક મનોજભાઈ ચોખાવાલા અને આચાર્યશ્રી ડી.બી. સોઢા સાહેબએ આ દીકરીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.. બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં લોકનિકેતન વિનયમંદિર, લવાણા ના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સંસ્થાનું ગૌરવ....

છબી
જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં  લોકનિકેતન વિનયમંદિર, લવાણા ના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સંસ્થાનું ગૌરવ. લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાના કલાકુંભ કાર્યક્રમમાં જુદી જુદી કૃતિઓ સાહિત્ય વિભાગ, કલા વિભાગ વગેરે વિભાગોમાં ભાગ લીધેલ હતો..તે પૈકી (૧) કાવ્ય લેખન સ્પર્ધામાં કાળમા કોમલબેન પચાણભાઈ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં ) પ્રથમ સ્થાને (૨) ગઝલ લેખનમાં વાઘેલા સીતાબેન કરસનભાઈ  (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  પ્રથમ સ્થાને (૩) વકતૃત્વ  સ્પર્ધામાં ચૌધરી ભારતીબેન ભાણાભાઈ  (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  દ્વિતીય સ્થાને (૪) લોક નૃત્યમાં રાજગોર કાજલબેન અને  સમગ્ર ટીમ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં ) દ્વિતીય સ્થાને (૫) લોકવાર્તામાં પંચાલ જીજ્ઞાબેન જયંતિભાઈ (૧૫ થી ૨૦ વર્ષ વય જૂથમાં )  તૃતિય સ્થાને (૬) કાવ્ય લેખન ચોખાવાલા મનોજકુમાર (૨૧ થી ૫૯ વર્ષ વય જૂથમાં )  તૃતિય સ્થાને આવીને સમગ્ર શાળા પરિવાર, સંસ્થા અને લવાણા ગામનું ગૌરવ વધારેલ છે. શાળાના માર્ગદર્શક શિક્ષકો અને આચાર્યશ્રીએ ભાગ લીધેલ અને વિજેતા બનેલા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર

થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 70મો પાઠ થયો

છબી
થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 70મો પાઠ થયો   બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે પરચાધારી અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ શ્રી શ્રી 1008 કુબાજીદ્રારા પીઠાધિશ્વર જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજના માર્ગદર્શન હેઠળ દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલા શરૂ કરવામાં આવી સુંદરકાંડના પાઠના પઠન શ્રવણ મનન કરવાથી જીવનનો એકેય કાંડ અમંગળ રહે નહિ મન વાંચ્છિત ફલની પ્રાપ્તિ માટે આત્મ વિશ્વાસથી વધારો કરવા માટે સુંદરકાંડનો જબરદસ્ત મહત્વ છે તેવો સંતોનો મત છે  ભકતજનોના જોરદાર સમર્થન ના પગલે સતત 70મા શનિવારે પૂજય સંત ઘેવરદાસ બાપુની પાવન નિશ્નામાં માનસ કથાકાર વિક્રમભાઈ દવે દ્રારા રાજપૂત હઠાજી ધેંગાજી સરપંચશ્રી જમડા ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ભક્તિ મય વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે મયૂરભાઈ શાસ્ત્રી, ઈન્દ્રવદનભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા દર શનિવારની જેમ ભક્

થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 69મો પાઠ થયો

છબી
થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 69મો પાઠ થયો   બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે આ વિસ્તારના એકમાત્ર અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલા શરૂ કરવામાં આવી જેને હનુમાન દાદા મા માનનાર ભકતજનો દ્રારા જોરદાર સમર્થન મલતાં આજે સતત 69મા શનિવારે પૂજય સંત ઘેવરદાસ બાપુની પાવન નિશ્નામાં મોદી દિનેશભાઈ લાલાભાઈ મુ દીદરડા c/o શ્યામ કેટલ ફીડ થરાદના સૌજન્યથી બનાસ બેંકના ડિરેકટર શૈલેષભાઈ પટેલ ,થરાદ તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાલુભાઈ પટેલ તથા અન્ય ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ઉલ્લાસમય વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે દર શનિવારની જેમ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી  આગામી 70મો સંગીતમય સુંદરકાંડનો પાઠ પ.પૂ.સંત ઘેવરદાસ બાપુ ની પાવન નિશ્રામાં જમડા ગામના સરપંચ

થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ

છબી
થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા વિશ્વના પ્રાણી માત્રનું કલ્યાણ થાય તે શુભ હેતુથી તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ ની સતત પ્રેરણા અને આશીર્વાદથી દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં આજે સતત 68મા શનિવારે માનસ કથા કાર વિક્રમભાઈ દવે ના વ્યાસાસને મોદી પીરાભાઈ હરજી ભાઈ મુ ભુરીયા C/o ગુરુકૃપા પાઇપ ફિટિંગ ચોથા કુંભારવાડા મુ મુંબઈ ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ધાર્મિક વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી  આગામી ૬૯ મો સંગીતમય સુંદરકાંડનો પાઠ માનસ કથા કાર વિક્રમભાઈ દવેના સ્વર માં મોદી દિનેશભાઈ લાલાભાઇ મુ દિદરડા c/o શ્યામ કેટલફીડ મુ થરાદ ના સૌજન્યથી યોજાશે અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે સરળ સ્વભાવ

પ્રેમનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા યુવાધન માં જોવાતી આતુરતા...*

છબી
*પ્રેમનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવા યુવાધન માં જોવાતી આતુરતા...*  પ્રેમની અભિવ્યક્તિ કરવાનો આમ તો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં વેલેન્ટાઈન ડે ના દિવસે યુવાઓ પોતાના મનગમતા પાત્ર સમક્ષ પોતાના પ્રેમને અભિવ્યક્તિ કરે છે. પશ્ચિમી દેશોનુ અનુકરણ કરી અને ભારત જેવા દેશમાં પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે.            જીવનમાં પ્રેમ ન હોય તો એ જીવન વ્યર્થ છે એ પ્રેમ પછી માતા-પિતા નો હોય ,ભાઈ-બહેન નો હોય, મિત્રનો હોય કે પછી પ્રેમી-પ્રેમિકા નો હોય, પ્રેમ વિના જીવન મીઠાશ વગરની જિંદગી સમાન છે. આજની ૨૧મી સદીમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ વધતાં પહેલાના સમયની જેમ જુજ લોકો જ પ્રેમ પત્ર લખતા હોય છે હવે મોબાઈલ ના યુગમાં યુવાઓ મેસેજ થી એક-બીજાને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા લાગ્યા છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ના દિવસે યુવાધન ઉત્સાહપૂર્વક પોતાના પ્રિય પાત્રને વિવિધ ભેટસોગાદો આપવા માટે ગિફ્ટ ની દુકાનોમાં ખરીદી કરતા હોય છે. ફલ બજાર માંથી ફૂલની કળી આપીને પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ વેલેન્ટાઇન ના યુવા ધન ઉજવણી કરી રહ્યા છે...PHN NEWS

ડીસા શહેરમાં છેલ્લા ૩૫ વર્ષથી સાઈબાબા બગીચા વિસ્તાર માં આવેલ ખોડીયાર માતાના મંદિરે માઈભક્તો દ્વારા મહા સુદ આઠમ ને મંગળવાર તા ૮/૨/૨૨ના વહેલી સવારે માતાજી ની ધજા ચડાવીને આરતી પૂજા કરીને મહા પ્રસાદી નો ભોગ ધરાવીને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે

છબી
ડીસા શહેરમાં ખોડિયાર જયંતિ નિમિત્તે શાનદાર ઉજવણી માઈ ભક્તો દ્વારા કરવામાં આવી      ડીસા શહેરમાં છેલ્લા ૩૫ વર્ષથી સાઈબાબા બગીચા વિસ્તાર માં આવેલ ખોડીયાર માતાના મંદિરે માઈભક્તો દ્વારા મહા સુદ આઠમ ને મંગળવાર તા ૮/૨/૨૨ના વહેલી સવારે માતાજી ની ધજા ચડાવીને આરતી પૂજા કરીને મહા પ્રસાદી નો ભોગ ધરાવીને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે         કોરોનાની મહામારી ના કારણે ગયા વર્ષે પણ અંદાજીત 51 કિલો નો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે મહા સુદ આઠમ ના દિવસે માં ખોડીયાર ની જન્મ જયંતી નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને  સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને માઇભકતો દ્વારા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું તેમજ ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ લીધો હતો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા  ભક્તો દ્વારા સાનિ પ્રસાદ કરવામાં આવે છે લોકોએ શાંતિથી દર્શન કર્યા છે અને પ્રસાદ નો લાભ લીધો હતો મા ની જન્મ જયંતી નિમિત્તે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ PHN NEWS