અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું. તારીખ 28 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાં એક ખાસ અને મહત્વની ઝુંબેશ ચલાવવામાં આવી છે. 28 સપ્ટેમ્બર એટલે World Rabies day. આ દિવસે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે કાયૅરત એવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડોક્ટર અને પાયલટ દ્વારા સ્કૂલોમાં તથા ગામ માં જઇને rabies એટલે હડકવા વિષેની માહિતી આપવામાં આવી હતી. તેની સાથે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના ગામ જેવા કે ભેરુન્ડા, મોટી ઈસરોલ, નાણાં, રણેચી, ટાકા ટૂકા, કુસ્કી, સુનોખ, અણીયોર, સીમલી, બોરોલ, નવાગામ, રમોસ, કુણોલ, કાનેરા વગેરે જેવા લોકેશન મા કાયૅરત એવા દસ ગામ દિઠ હરતાંફરતાં પશુ દવાખાનાના ડોક્ટર અને પાયલટ દ્વારા ગામજનોને અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગામજનો ને હડકવા વિષે જાગૃતિ આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓડીનેટર શ્રી પ્રદીપ પરમારના જણાવ્યા પ્રમાણે, આ જાગૃતિ અભિયાન ચલાવવાનો હેતુ એજ હતો, કે આ હડકવા એ વાઈરસ જન્ય રોગ છે. વિશ્વમા આ રોગ