થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ
થરાદ ના ભુરિયા મુકામે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં ૬૮ માં સુંદરકાંડ પાઠનું પઠણ કરવામાં આવ્યુ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા વિશ્વના પ્રાણી માત્રનું કલ્યાણ થાય તે શુભ હેતુથી તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ ની સતત પ્રેરણા અને આશીર્વાદથી દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં આજે સતત 68મા શનિવારે માનસ કથા કાર વિક્રમભાઈ દવે ના વ્યાસાસને મોદી પીરાભાઈ હરજી ભાઈ મુ ભુરીયા C/o ગુરુકૃપા પાઇપ ફિટિંગ ચોથા કુંભારવાડા મુ મુંબઈ ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ધાર્મિક વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી ૬૯ મો સંગીતમય સુંદરકાંડનો પાઠ માનસ કથા કાર વિક્રમભાઈ દવેના સ્વર માં મોદી દિનેશભાઈ લાલાભાઇ મુ દિદરડા c/o શ્યામ કેટલફીડ મુ થરાદ ના સૌજન્યથી યોજાશે અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે સરળ સ્વભાવ