અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક.
અરવલ્લી જિલ્લામાં મળી જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક. અરવલ્લી જિલ્લામાં માનનીય કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં જિલ્લાના ભુવનેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, નીલકંઠધામ, સૂરપાનેશ્વર મંદીર, લાખનેચી માતાજી મંદીર, ગઢી માતાજી મંદિર જેવા વિવિધ મંદિરોના વિકાસકામોની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મોડાસા મુકામે આવેલ લીમડા તળાવ અને બાડેસર તળાવના બ્યુટીફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે બેઠકમાં ઝાંઝરી ધોધને વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઝાંઝરીમાં થતાં મૃત્યુ અંગે પણ ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં મોડાસા તાલુકાના રામપુરાકંપા ખાતે આવેલ નીલકંઠધામ અને ઉમેદપુર ખાતે આવેલ ખંદુજી મહાદેવ મંદિર સહિત ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલ શ્યામલ વન અને કિશનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત જીલ્લાની વિવિધ દરગાહના વિકાસ બાબતે પણ સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્