માર્ગ સલામતી ના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા*
*માર્ગ સલામતી ના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા શક્તિ,ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને અંબાજી તરફના તમામ માર્ગો ફોરલેન હાઇવે માર્ગ હોઈ આ વિસ્તારમાં વાહનોની પણ ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે માર્ગ સલામતી સુરક્ષાના ભાગરૂપે આજે અંબાજી પોલીસ દ્રારા માર્બલ એસોસિએશનના સહયોગથી વિના મૂલ્યે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી પોલીસ દ્વારા માર્ગ પર હેલ્મેટ વગર ફરતા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ જીઆઇડીસીમા આજે યોજાયો હતો.અંબાજી માર્બલ એસોસિએશન ના સહયોગ થી આ કાર્યક્ર્મ મા માર્બલ એસોસિએશનના લોકો જોડાયા હતા સાથે અંબાજી પીઆઇ ધવલ પટેલ સહીત પોલીસ જવાનો હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ આપવામાં આવ્યા હતા. *રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*