પોસ્ટ્સ

જુલાઈ 26, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳" *પર્યાવરણ બચાવવાનો એક જ તોડ, આળસ છોડી માંડો ડગલું અને વાવો છોડ*

છબી
એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳 " *પર્યાવરણ બચાવવાનો એક જ તોડ, આળસ છોડી માંડો ડગલું અને વાવો છોડ ▶️પર્યાવરણના ભોગે જીવનને ક્યારેય સુખી ન બનાવી શકાય તે વાત ને ધ્યાનમાં રાખી આજ રોજ  લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા  પર્યાવરણની સુરક્ષા માટે છોડ વાવી સંકલ્પ લઈને  ▶️પર્યાવરણની જાળવણી અને સુરક્ષા તરફ વધુ એક ડગલું ભર્યું. ➡️ વડીયા ના યુવાનો એટલે કઈક નવું જ સંશોધન કરવાની શક્તિ ધરાવતા યુવાનો દર વર્ષ અલગ અલગ કાર્યક્રમ પ્રવૃતિ કરીને યાદગાર વર્ષ બનાવે☣️ ➡️ આજ રોજ વડીયા ગ્રામજનોના લોકભાગીદારીથી વડિયા યુવા ટીમ દ્વારા આજે સ્મશાનગૃહ, સગતમાતાના મંદિર, ખોડીયાર મંદિર, પંખીઘર, શિવ શંકર મંદીર ખાતે વૃક્ષારોપણનું યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું🌳🌳  *પર્યાવરણના જતન માટે આપ સૌ પણ છોડ વાવો તેવી વિનંતી.* 🎄🎍🪴🌱🌿☘️

ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા વૃક્ષારોપણ. વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે

છબી
ગાજણ-હનુમાનજી મંદિર પરિસરમાં ગાયત્રી પરિવારની યુથ ગૃપ, મોડાસા દ્વારા  વૃક્ષારોપણ.  વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "પ્રાણવાન સન્ડે" આંદોલન. વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષોના જતન હેતું ચાલી રહ્યું છે "વૃક્ષ ગંગા અભિયાન". આ અભિયાન અંતર્ગત  ગાયત્રી પરિવાર યુથ ગૃપ ( GPYG) મોડાસા  દ્વારા પ્રાણવાન સન્ડે ના નામે યોજના બનાવી છે. જેમાં વર્ષાઋતુમાં  દર રવિવારે  વૃક્ષોના જતન માટે જનજાગૃતિ લાવવા આ યુવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વૃક્ષ વાવવા જ નહીં પણ તેનું સિંચન-ઉછેર જતન હેતું આંદોલન ચાલી રહ્યું છે.      25 જુલાઈ, રવિવારે આ ગાયત્રી પરિવાર યુથ ગૃપ દ્વારા મોડાસા શામળાજી રોડ પર આવેલા ગાજણ નજીક હનુમાનજી મંદિર પરિસરમાં લીમડો ,પીપળો અને વડ એવા આઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યા. જેમાં પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, દેવાશિષ કંસારા, પ્રકાશ સુથાર ,યશ ભટ્ટ વિગેરે યુવાનોનું આ આયોજન સફળ બનાવવા માટે વિશેષ યોગદાન રહ્યું.બ્યુરો રિપોર્ટ અરવલ્લી પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ