પોસ્ટ્સ

સપ્ટેમ્બર 28, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લી જિલ્લામાં હડકવા દિવસ અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ.

છબી
અરવલ્લી જિલ્લામાં હડકવા દિવસ અંતર્ગત યોજાયો જાગૃતિ કાર્યક્રમ. આજ રોજ વિશ્વ હડકવા દિવસ( World Rabies Day ) ની ઉજવણી અરવલ્લી જિલ્લામાં ૧૯૬૨ ની ટીમે દ્વારા આવરી લેતા ગામોમાં નજીકની સ્કૂલમાં હાજરી આપીને હડકવા વિશેની માહિતી આપી લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા અનેરો પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં રણેચી, કુસ્કી, મુલોજ, ભેરુંડા અને અન્ય ગામો સામેલ છે હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળ ગ્રંથીઓમાં હાજર હોય છે. જ્યારે આ ચેપગ્રસ્ત પ્રાણી કોઈને કરડે છે, ત્યારે આ વાયરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. પછી તે મગજ સુધી પહોંચે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સ્થાપિત થાય છે. મનુષ્યો સહિત તમામ ગરમ લોહીવાળા પ્રાણીઓ હડકવાના ચેપ માટે સંવેદનશીલ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં હડકવાના લક્ષણો ત્રણ મહિનાની અંદર દેખાવા લાગે છે, પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, આ રોગ ઘણા વર્ષો પછી પણ થઈ શકે છે. કૂતરાઓ મનુષ્યમાં હડકવાના પ્રસારણનો મુખ્ય સ્રોત છે. આવી સ્થિતિમાં, હડકવા (Rabies virus) વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસ (world rabies day )ની ઉજવણી કરવામાં આવે

જાહેર વિજ્ઞપ્તિ. આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.

છબી
જાહેર વિજ્ઞપ્તિ.         આથી અરવલ્લી જીલ્લાના મોડાસા, ભિલોડા અને મેઘરજ ધૃઅઃતાલુકાઓની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે આગામી દિપાવલી તહેવારો અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતો આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે. (૧) હંગામી કટાકડા પરવાના માંગતા ઈસમોએ જ મામલતદારશ્રીની કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એઈ-૫ નિયત નમૂનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/–(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધી એલપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ ૫ એ ના પાર્ટ-૨(એ)(૮)(બી) મુજબની પરવાનાની ફી રૂ।.૨૦૦/-(બસો પુરા) તેમજ પાર્ટ-૨(બી) (TV) (૧)(એ) મુજબની પ્રોસેસ ફી ૬૦૦/- (છસો રૂપિયા પુરા/-) ૦૦૭૦-અન્ય વહીવટી સેવાઓ (OAS) સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી મેળવી તેમાં સુચિત આધાર-પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે. (નગર પાલિકા / મ્યુનિસિપલ બરો વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.) (૨) આવી અરજીઓ રજુ ક

અરવલ્લી જિલ્લાના અમરતપુરાકંપાના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાછે.

છબી
અરવલ્લી જિલ્લાના અમરતપુરાકંપાના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાછે.    પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.અરવલ્લીના ખેડૂત મબલખ પાક મેળવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે.ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી  કરીને  હળદર, શાકભાજી,મગફળી ઉગાડે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દવાના રૂપે છંટકાવ કરે છે. આમ અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક સાથે પર્યાવરણને પણ ઉપયોગી બની રહ્યા છે અને કુદરતે આપેલું કુદરતને આપીને કુદરતી ચક્રને સાચવવાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.