પોસ્ટ્સ

મે 27, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું

છબી
રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો નું જીઓ ટેગિંગ ફરજિયાત બનાવાયું -------------------------- કામોનું ડુપ્લીકેશન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહેશ. રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ મા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ ખૂટતા કડીરૂપ પાયાના કામો જેવાકે રસ્તાના કામો , ડીપ ગરનાળા , પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ ની કંપાઉન્ડ વોલ, પીવાના પાણી ની સુવિધા માટે બોર મોટર , હેન્ડ પંપ  વીજળીકરણ ને લગતા સ્ટ્રીટ લાઈટના કામો  ,સ્મશાનગૃહ સહિત અનેક પ્રકારના કામો માટે પ્રતિવર્ષ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે.  આ કામોનું ડુપ્લીકેસન થાય નહિ અને ગુણવત્તાસભર કામો થાય અને પ્રજાને સમયસર યોજનાના લાભો મળી રહે તે માટે રાજ્ય ના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવશ્રી રાકેશ શંકર દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કામો ના ત્રણ સ્ટેજ ના ફોટા  જીઓ ટેગીંગ એપ્લિકેશન પર અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.  જેના પગલે અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા

સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી--------------------------

છબી
સરકારના પ્રયત્નોથી તમને ફ્રીમાં મળશે LPG કનેક્શન: ઘરે બેઠા કરી શકો છો અરજી -------------------------- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી રંજનબેનને મળ્યો ચૂલાથી છુટકારો. ઉજ્જવલા યોજનાથી મેસરીયા પરિવારને મળ્યું ગેસ કનેક્શન, શ્વાસના રોગમાં થઈ રાહત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હમેંશ મહિલાઓની ચિંતા કરતા આવ્યા છે. મહિલાઓને કેવી રીતે સારું જીવન પૂરું પાડી શકાય તેના માટે ભારત અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સરકારે સ્વચ્છ રસોઈ ઇંધણની ઉપલબ્ધતા અને જોગવાઈ  2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રજૂ કરી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ દ્વારા અશુદ્ધ ઈંધણમાંથી શ્વાસમાં લેવામાં આવતો ધુમાડો પ્રતિ કલાક 400 સિગારેટ સળગાવવા જેટલો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય BPL સ્થિતિમાં રહેતા લોકોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. ગરીબો સામાન્ય રીતે અશુદ્ધ રસોઈ ઇંધણનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્વો હોય છે. આ યોજનાનો હેતુ તેને એલપીજી સાથે બદલવાનો છે.  આ યોજના હેઠળ ધનસુરા આમોદરા ગામમાં રહેતા રંજનબેન મેસરિયાને મળ્યું ગેસ કનેક્શન. હ

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક

છબી
અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક -------------------------- કલેકટરશ્રી એ જીલ્લાના આરોગ્ય તંત્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરી આજરોજ મોડાસા ખાતે કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક મળી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાતી વિવિધ કામગીરીની સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં માતા મૃત્યુ, બાળ મૃત્યુના કેસમાં ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવી.જીલ્લામાં ચાલતી આયુષ્માન ભારત યોજના અંગે પણ માહિતિ મેળવવામાં આવી. જીલ્લામાં ચાલતી સરકારી યોજનાઓ જેવીકે મિશન ઇન્દ્રધનુષ,જનની સુરક્ષા યોજના, પોલિયો નાબૂદી, કોવીડ વેક્સીનેશન કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી. જીલ્લામાં ચાલતી ક્ષય (ટી.બી.)વિરોધી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી.બેઠકમાં આરોગ્ય અધિકારીઓની સમસ્યાઓના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હાજર મૃતકોના પરિવારજનો સાથે પણ કલેકટર શ્રીએ વાતચીત કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારશ્રી બી ડી. ડાવેરા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.જી.શ્રીમાળી સહિતના અધિકારી