પોસ્ટ્સ

જાન્યુઆરી 12, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બનાસકાંઠા..લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ.લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી

છબી
બનાસકાંઠા.લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ. લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ની ઠાકોર ગોવાજી મશરુજી ની દિકરી સૂર્યાબેન ના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રહેતાં ઠાકોર રમેશજી બચુજી સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં . લગ્નજીવન દરમિયાન લગ્નના સમય બાદ તેમના પતિ દ્વારા સૂર્યાબેન ને મેણા ટોણા મારતા હોય તેમના જેઠ કડાજી બચુજી તેમજ વિક્રમજી કડાજી પણ રમેશજી ને સાથ આપતા ને હોઇ મારકૂટ કરી કાઢી મુકતાં આ બાબતે સૂર્યાબેન દ્વારા સાસરિયાં વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં પતિ રમેશજી બચુજી ઠાકોર,કડાજી બચુજી ઠાકોર,વિકમજી કડાજી ઠાકોર (તમામ રહે.ચેખલા.કાકરેજ) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. """""""&qu

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. 12/01/2021

છબી
*ખેડૂત આંદોલન પર SCએ બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ કોણ છે સામેલ  Prime Hindustan NEWS.12, January. 2021 નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. આ કમિટી મધ્યસ્થતા નહી પણ સમાધાન કરવાનો પ્રયાસ કરશે. SC સુપ્રીમ કોર્ટે તરફથી બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યૂનિયનના ભૂપેન્દ્રસિંહ માન, સેઠારી સંસ્થાના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાના પ્રમોદ કે. જોશી સામેલ છે. સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો?  – ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એસએ બોબડેએ કહ્યુ કે અમે વચગાળાના આદેશ આપીશું. કોઇ પણ ખેડૂતની જમીન નહી વેચાય. અમે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ. અમારી પાસે અધિકાર છે જેમાં એક છે કે અમે કાયદાને રદ કરી દઇએ. – સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમને કમિટી બનાવવાનો અધિકાર છે, જે લોકો સમાધાન ઇચ્છે છે તે કમિટી પાસે જઇ શકે છે. અમે પોતાની માટે કમિટી બનાવી રહ્યા છીએ. કમિટી અમને રિપોર્ટ આપશે. કમિટ

ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ..12/01/2021

છબી
*ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ. 12/01/2021 વડગામ તાલુકાના ઐદ્રાણા ગામે 21 વર્ષ થી લગ્ન થયેલી પરણીતા ઉપર પતિ દ્વારા વરંવાર વહેમ રાખી મારઝુડ કરવામાં આવતી હોવા છંતા પણ પરણિતા મુગા મોઢે સહન કરતી રહી અમુક વખત પરણિતા ના પીયરપક્ષ દ્વારા પોતાની દિકરી નો ઘરસંસાર ન ટુટે તે માટે પોતાની દિકરી ને સમજાવી પોતાના સાસરે મોકલવામાં આવતી હતી તેમ છંતા પતિ દ્વારા પોતાની હરકતો થી બાજ ન આવતા તેમજ શારીરિક માનસિક વધુ પડતો ત્રાસ આપતા અને 50 હજાર જેટલી દહેજ ની માંગ કરતા આ પરણિતાએ ન છુટકે કંટાળી પોતે પોતાની ડીસા ખાતે રહેતી બહેન ને ત્યાં જઇ તેમને સમગ્ર હકીકત જણાવી તેમના બનેવી ને સાથે છાપી પોલીસ મથકે જઈ વડગામ ના રહેવાસી રમણપુરી ગૌસ્વામી ની દિકરી દેવીકાબેન ગૌસ્વામી એ ઐદ્વાણા ગામના તેમના પતિ અશ્ર્વિનપુરી સોમપુરી ગૌસ્વામી સામે ફરિયાદ નોધાવી હતી.છાપી પોલીસ દ્વારા ફરિયાદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. *અહેવાલ :-રફીક મનસુરી,છાપી

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ 4.45 કરોડ ના વિકાસ કામોનો લોકાર્પણ ધારાસભ્ય હિતુ કનોડિયા ના વરદહસ્તે કરવામાં આવ્યું। Prime Hindustan News channel 12/01/2021

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ 4.45 કરોડ ના વિકાસ કામોનો લોકાર્પણ ધારાસભ્ય હિતુ કનોડિયા ના વરદહસ્તે કરવામાં આવ્યું।      આજરોજ વડાલી નગરપાલિકા દ્વારા વડાલી શહેરમાં જે વિકાસ કામો કરવામાં આવ્યા હતા એમાં શ્રી વૈજનાથ મંદિર ખાતે કોમ્યુનિટી હોલ તેમજ સંત શ્રી રોહીદાસ કોમ્યુનિટી હોલ તેમજ ગટર અને પાણી પુરવઠા તારા મદારી વસાહત ખાતે ૧૮ કરોડના ખર્ચે સંપનું કામ નું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડાલી શહેર નગરપાલિકાના પ્રમુખ ઇશ્વરભાઇ, કારોબારી અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ ચંપાવત શહેર ભાજપ પ્રમુખ સગર નારણભાઈ જિલ્લા ભાજપ અગ્રણી તખતસિંહ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અજીત સિંહ રાઠોડ તેમજ વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પટની સાહેબ નગરપાલિકાના સદસ્ય તેમજ વડાલી નગરપાલિકામાં જે સતત વિકાસ કામો તેમજ જનતાની તકલીફો તરફ ધ્યાન આપતા એવા કે.ડી.પરમાર કામગીરી સરાહનીય રહી છે નગરની જનતા આ કામોના લોકાર્પણ વખતે ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.