અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ .જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાના સંદર્ભે બેઠક યોજાઇ . જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી.બેઠકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા, તેમજ સુચારુરૂપે પરીક્ષા યોજાય તે સહિતની વિવિધ સૂચનાઓ આપવામાં આવી. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે ૩૩૯૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦માં ૧૯૭૭૬ વિધાર્થીઓ, ધોરણ -૧૨ (સામાન્ય પ્રવાહ ) ૧૨૨૧૩ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨(વિજ્ઞાન પ્રવાહ ) ૧૯૮૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. તો વળી કેટલાક મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જર