પોસ્ટ્સ

માર્ચ 25, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે

છબી
ચૈત્ર માસમાં પુનમ ના દિવશ એટલે હનુમાનજી જયંતી હોય છે ડીસા થી જુના નેસડા રસાણીયા હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંધ મા લગભગ તેર વર્ષ થી મોદી સમાજ અને વિવિધ સમાજ ના ભાઈ ઓ અને બહેનો જોડાય છે જુના નેસડા ગામ  ભીલડી થી પાંચ કીલો મીટર આવેલું છે સદિયો પુરાણું રસાણીયા હનુમાનજી મહારાજ બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની મુખ્ય મુર્તિ લગભગ બાર ફટ જેટલી લંબાઇ અને લગભગ ચાર ફુટ પહોળાઇ મા બીરાજમાન છે હનુમાનજી મહારાજ ની આસ્થા આજુબાજુના વિસ્તારમાં ખુબજ શ્રધ્ધા સાથે લોકો દર્શન કરવા માટે દુર દુર થી લોકો આવેછે હનુમાનજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે ચૈત્રી મહીના ની નવરાત્રિ પહેલા ના રવિવારે ડીસા થી જુના નેસડા હનુમાનજી પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન કર છે ચાલુ વર્ષ તા.27/3/2022 ને રવિવારે સવારે ચાર કલાકે પ્રસ્થાન રીસાલા બજાર રાજપુર રોડ ડીસા થી કરવામાં આવસે સવારે 8 કલાકે થી ચા એને નાસ્તો રેલવે સ્ટેશન ભીલડી મા આપવામાં આવસે ને સવારે 11 કલાકે જુના નેસડા હનુમાનજી મહારાજ ના મંદિરે ભોજન પ્રસાદ આપવામાં આવસે જય રસાણીયા હનુમાનજી મહારાજ          બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો..

છબી
લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ધોરણ:-10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.. લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર, લવાણા શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ ગઈકાલે યોજાયો હતો.  જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22 સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિમાં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ  વિદ્યાર્થીઓનું  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક  પરીક્ષા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુસર GK-IQ  2022માં પ્રથમ દસ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પણ  "વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ 2022" થી સન્માનિત  કરવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના આ વિદાય કાર્યક્રમમાં શ્રીફળ અને મોં મીઠું કરાવી  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર  PHN NEWS 

અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃશ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરાઇ*

છબી
અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરાઇ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજાશે .કલેકટરશ્રી આનંદ પટેલ અંબાજી ગબ્બર ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.            આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેર

ભિલોડા : સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.ક્ષય રોગ બીડી, સિગારેટ, તમાકુના વધુ પડતાં સેવનના કારણે થાય છે,

છબી
*લુસડીયા આરોગ્ય કેન્દ્ર ખાતે  વિશ્વ ક્ષય દિનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો  ભિલોડા : સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસને વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે.ક્ષય રોગ બીડી, સિગારેટ, તમાકુના વધુ પડતાં સેવનના કારણે થાય છે, ઉલ્લેખનીય છેકે, ૨૦૧૮ ના વર્ષમાં વિશ્વમાં લગભગ એક કરોડ લોકોને ક્ષય રોગના ચેપનો ભોગ બન્યા હતા, જેમાંથી પંદર લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાસશીલ દેશોના હતા. વિશ્વ ક્ષય દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ક્ષયની બીમારીથી પીડાતા દર્દીઓને શોધી સમયાંતરે તેમની યોગ્ય તપાસ કરી મફત સારવાર કરવામાં આવે જેથી અન્ય લોકોમાં બીમારી ફેલાતાં અટકે છે . વર્ષ ૨૦૨૨ માં " ટીબીને ખતમ કરવા રોકાણ કરો, જીવન બચાવો " ની થીમ પર કામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભિલોડા તાલુકાના લુસડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના બાળકોમાં જાગૃતિ આવે તે માટે " રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્