૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ.
૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ - ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળીઓ • માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરીને આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે પ્રક્રિયા કરવાની ક્ષમતા કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિસાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે