વિકાસ વિકાસ વિકાસ પણ ગુજરાતમાં ક્યાં છે વિકાસ, શિયાવાડા ગામમાં નથી પાકા રસ્તા 108 આવી શકતી નથી ગામમાં
વિકાસ વિકાસ વિકાસ પણ ગુજરાતમાં ક્યાં છે વિકાસ, શિયાવાડા ગામમાં નથી પાકા રસ્તા 108 આવી શકતી નથી ગામમા ગુજરાત વિકાસશીલ રાજ્ય છે પરંતુ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી.ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 જેટલા ગામો આવેલા છે. આ તાલુકામાં હજુ સુધી અનેક ગામોમાં વિકાસ પહોંચ્યો નથી અને આજે પણ આવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. દાંતા તાલુકાના પહાડોની વચ્ચે આવેલા શિયાવાડા ગામની વાત કરીએ તો આ ગામમાં 108 અને ખાનગી વાહનો આવી શકતા નથી. ગામમાં કાચો રસ્તો તો છે પરંતુ પાકો રસ્તો ન હોવાથી ચોમાસાની ઋતુમાં કાચા રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને લોકોને ચાલવામાં ભારે તકલીફ પડે છે અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ચાદરમાં ઊંચકીને ઘરના સભ્યો 1.5 km સુધી જાહેર માર્ગ સુધી લઈ જાય છે ત્યારબાદ ત્યાંથી ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ જવાયછે ત્યારે દર્દીને સારવાર મળતી હોય છે. શિયાવાડા ગામ માં 50 જેટલા ઘર આવેલા છે અને અહીં