અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન ને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ.
અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાન ને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ. લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો , ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળા માં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ માં મેળા માં આવતા શ્રદ્ધાળુઓ ને મનોરંજન સાથે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વિવિધ મતદાન જાગૃતિ પ્રવુતિઓ ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. માનનીય જિલ્લા કલેકટર શ્રી દ્વારા આ કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, મતદાર જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા બે દિવસથી કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ લોકજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાર્યક્રમ સ્થળના મંચ પરથી વિવિધ સ્પર્ધા નું આયોજન કરી ઇનામ વિતરણ, મતદાતા શપથ, મતદાર જાગૃતિ નો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્ય નું