પોસ્ટ્સ

માર્ચ 30, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ

છબી
ડીસાના શ્મશાન ગૃહમા સિંધી બ્રહ્મ* *ક્ષત્રિય સમાજ દ્વારા દાનની ભેટ ડીસાના બ્રહ્મ ક્ષત્રિય પૂજ્ય પંચાયત ડીસા દ્વારા ડીસાના અધ્યતન બની રહેલા સ્મશાન ગૃહમા સમાજ દ્વારા મળબર રકમ રૂપિયા એકાવન હજાર ( ૫૧૦૦૦ ) ફાળાનો ચેક આપી રહેલા સમાજ ના પ્રમુખ શ્રી શોભરાજ મલ, શંભુ મલ ખુહા, તેમજ સમાજના નમણીય શ્રી ભોજરાજભાઈ છાંટ બાર, શ્રી અમૃતભાઈ વારડે, શ્રી કિશોરભાઈ દગિયા, તથા જગદીશભાઈ વલેરા હાજર રહી શ્મશાન ગૃહના કાર્યકર્તા શ્રી પ્રકાશભાઈ ભરતીયા તેમજ ચન્દ્રકાન્તભાઈ  સુથાર ને ચેક‌ અર્પણ કરી રહ્યા છે  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર

ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

છબી
ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે* ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ શ્રી ઝુલેલાલ ના મંદિર હવન તેમજ આરતી કરી ધામધૂમથી સિન્ધી સમાજ ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને બપોર બાદ ભગવાન શ્રી ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા ડીસા શહેરમાં પરીક્રમા કરશે આ શુભ પ્રસંગે લોકો ભગવાન શ્રી ઝુલેલાલ ના દર્શન, હવન તેમજ પ્રસાદ નો લાભ લેવા પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કર્યો છે તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ  રાખી ને લાભ લેવા વિનંતી છે

દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ

છબી
દાંતા તાલુકાના કોસા ના ડુંગરમાં લાગેલી આગમાં જવાબદાર ફોરેસ્ટે વિભાગ ક્યારે જાગશે કુંભકર્ણની નિદ્રામાં થી ફોરેસ્ટ વિભાગ દાંતા તાલુકાના માનપુર ગામ ની અને કાશા ગામ વચ્ચે આવેલ ડોસી વાળા પર્વત પર બપોરના શરૂ થયેલ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.વાયુવેગે પ્રસરી રહેલી આ આગ ના બનાવો દર વખતે ઉનાળામાં બની રહ્યા છે ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલુ જંગલ ખાતું હજુ પોતાની આળસ ખંખેરી ને જાગતું નથી.દર વરસે આ આગ લગાવનાર કાશા ગામ ના કેટલાક ઈસમો દ્વારા મધ એકત્રિત કરી વેચવાનો મોટો ધંધો બેફામ ચાલી રહ્યો છે.તેના કારણે આ દવ જાણીજોઈને લગાવવામાં આવે છે.તેવુ સ્થાનિક લોકો નું કહેવું છે.આ જંગલના મધ ઉતારનાર ને જો પકડવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.    જંગલ મો લગાવવામાં આવતી આગ ના કારણે હજારો જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ આનો ભોગ બને છે.અગાઉ આજ વિસ્તારમાં 2વરસ અગાઉ એક રીંછ ના બચ્ચા આવા એક દવ મો મૃત્યુ પામતાં વિફરેલી રિંછે 2જંગલ કર્મચારી અને 2 અન્ય. લોકોનો ભોગ લીધો હતો.  તસવીરો.અહેવાલ:- જ્યોતિ ઠાકોર અંબાજી

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૩૧ માર્ચ-૨૦૨૨ થી મધ્યાહન ભોજન શરૂ*

છબી
બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.૩૧ માર્ચ-૨૦૨૨ થી મધ્યાહન ભોજન શરૂ બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તા.૧૬/૦૩/૨૦૨૦ થી કોરોના મહામારીના કારણે બંધ થતાં શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન આપવાની પ્રથા બંધ કરવામાં આવેલ હતી. તા.૨૧/૦૨/૨૨ થી સમગ્ર રાજયની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધેલ. પ્રાથમિક શાળાઓમાં રાજય સરકાર ધ્વારા બપોરનું ભોજન તા.૩૧/૦૩/૨૨ ના રોજ શરૂ કરવાનો નિર્ણય રાજય સરકારે તા.૨૮ માર્ચ-૨૦૨૨ ના રોજ કરેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને મ.ભો.કેન્દ્રો પર બપોરનું ભોજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તે માટે પુરતી વિગતે આયોજન કરેલ છે. તેમ નાયબ કલેકટરશ્રી મધ્યાહન ભોજન યોજના ની અખબારી યાદીમાં જણાવાયુ છે. *રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*