પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા ગાયત્રી શક્તિપીઠ, શામળાજીનો પાટોત્સવ પર્વનો ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો.
પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા ગાયત્રી શક્તિપીઠ, શામળાજીનો પાટોત્સવ પર્વનો ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો. શામળાજી પવિત્ર ધામમાં ૧૯૮૦માં ગાયત્રી શક્તિપીઠનો પ્રારંભ થયો હતો. જેનો બેતાલીસમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આજ ૧૩ એપ્રિલ, બુધવારે સવારે ૯:૦૦ કલાકે શામળાજીમાં ભવ્ય શોભાયાત્રાથી ૪૨મા પાટોત્સવ નો પ્રારંભ થયો. જે ૧૩ અને ૧૪ એપ્રિલ એમ બે દિવસ મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુગ પરિવર્તનના પ્રતિક એવા મશાલનું પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી આસપાસના ગામો સહિત અરવલ્લી અને સાબરકાંઠાના દરેક તાલુકામાંથી થઈ હજારોની સંખ્યામાં ગાયત્રી સાધક ભાઈઓ ,બહેનો,યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા. ભવ્ય ઝાંખીઓ, શણગારેલા વાહનો , વિશેષમાં પાટોત્સવ આયોજન અગાઉ એક કરોડ ગાયત્રી મહામંત્ર લેખન અભિયાન ચલાવવામાં આવેલ. જે પવિત્ર મંત્ર લેખન નોટબુકો તેમજ પીળા કળશ માથે લીધેલ પીત વસ્ત્રધારી બહેનો વિશેષ શોભા વધારી રહી હતી. ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચ