મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવીસામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર નિયમોના પાલન સાથે ગુરુપૂર્ણિમા પાવન પર્વ ઉજવાયું. ભારતીય સંસ્કૃતિમાં માનવીય જીવનમાં ગુરુ શિષ્ય પરંપરાને ખૂબ મહત્વ અપાય છે. ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે ચાલવા સતત પ્રેરણા માર્ગદર્શન આપી શ્રેષ્ઠ માનવીઓનું નિર્માણ કરવામાં પોતાનું જીવન સમર્પણ કરી દે છે. સ્થૂળ શરીર સિવાય પણ સાચાં ગુરુ પોતાની તપ શક્તિ , સંવેદના ભાવનાઓ સાથે પણ માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશ કંસારાના જણાવ્યાનુસાર આજ ૨૪ જુલાઈ, શનિવાર ગુરુ પૂર્ણિમા પર્વ પર મોડાસા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે હાલની પરિસ્થિતિ, સરકારશ્રીની ગાઈડ લાઈનના પાલન મુજબ ઉજવણી કરવામાં આવી. આવનાર દર્શનાર્થીઓનું સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું. યજ્ઞ શાળ