પોસ્ટ્સ

માર્ચ 5, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું

છબી
તારીખ 04/03/2022 ના રોજ અરવલ્લી જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા પોષ અર્બન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્કિંગ, કલ્ચર સર્વે,ઇનસ્યોરન્સ,ટેલે લો, ડિમેટ,આધાર,જેવા ખાતાના અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા.તેમની સાથે ૧૦ મોટી કંપની પાર્ટીસિપેટ કરવામાં આવી હતી. જેમ કે રેનોટ,મહિન્દ્રા,ટાટા, એક્સિસબેન્ક, એચડીએફસી બેન્ક,બજાજ ટોપ લેવલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અરવલ્લીજિલ્લા ડિસ્ટ્રીક મેનેજર મિહિર પંચાલ, કૌશલ સોની District coordinator અર્પણ બારીયા દ્વારા CSC ની અંદર ૩૦૦થી વધારે સર્વિસ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની સર્વિસ આયુષમાન,ઇ-શ્રમ,પી એમ કિસાન જે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો ને ખુબજ ઉપયોગી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS

ભિલોડા તાલુકા પત્રકાર એકતા સંગઠન ની રચના સર્વાનુમતે વરણી કરવામાં આવી.

છબી
ગુજરાત પત્રકાર એકતા સંગઠન ની ભિલોડા તાલુકાની સમિતિની રચના કરવા માટેની બેઠક શામળાજી વિષ્ણુ મદિર ખાતે જિલ્લા પ્રમુખ વિપુલ રાણા ,શૈલેષ પડયા સહિત જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજરોજ મળી હતી. જેમાં તાલુકા સંગઠનની રચના સર્વાનુમતે કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે જીત ત્રિવેદી(ભિલોડા) ઉપપ્રમુખ તરીકે  શરીફ મન્સૂરી (ભિલોડા) સંજય ગાંધી(શામળાજી) મહામત્રી તરીકે બિપિન પટેલ(સુનોખ) મંત્રી-ચિંતન જોષી(ભિલોડા)સહમંત્રી- જ્યોતિકા ખરાડી ( ભિલોડા) ખજાનચી- ગનીભાઈ મન્સૂરી (ટોરડા) આઈ ટી સેલ-વિનોદભાઈ શર્મા(શામળાજી) સહિતની નિમણૂક કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS 

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું

છબી
થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનદાદાના સ્થાને વિશ્વ કલ્યાણ અર્થે 71મા સંગીત મય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો તથા ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે  આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી  મહારાજ નુ સ્થાન આવેલ છે વિશ્વ જયારે કોરોના ,પ્રાકૃતિક વિપદાઓ, યુદ્ધ ના ભયના માહોલ વચ્ચે જજુમી રહ્યુ છે તેવા સમયે 11મુખી હનુમાન દાદા ના  ભક્ત સંત ઘેવરદાસ બાપુના  દર શનિવારે સુંદર કાંડ પાઠ કરવાના સંકલ્પ અન્વયે  71મો સંગીતમય સુંદરકાંડનો પાઠ વિશ્વ કલ્યાણ હેતુ માનસ કથાકાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલાના વ્યાસાસને  સાધુ મફારામ ગુલાબદાસ વલાદરવાલાના સૌજન્યથી કરવામાં આવેલ આ પ્રસંગે શેણલ માતાજી મંદિરના મહંત હરિનાથજી મહારાજ, મોરીખા નિવાસી શેણલ ઉપાસક ગણપતલાલ મહારાજ તથા બહોળી સંખ્યામાં ભક્તજનો એ શ્રવણનો લાભ લીધેલ ગણમાન્ય લોકો એ હાજરી આપેલ આ પ્રસંગે દર શનિવારે  સાત્વિક ભોજન પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવે છે તેમ આજે પણ બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધેલ.  અહી નિયમિત અન્નક્ષેત્ર પણ ચાલુ  છે રાત્રે સુમધુર ભજન સંધ્યા નુ આયોજન પણ હોય છે ઘેવરદાસ  બા

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO*

છબી
બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO* તલાટીઓ ગેરહાજર રહેવામા દાંતા તાલુકો પ્રથમ નંબરે હોય તેવું અનુમાન*  બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવામાં આવેલ છે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ મીડિયાને મુલાકાત આપતાં જણાવ્યું છે.           તેમણે કહ્યું કે, પંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક