પોસ્ટ્સ

ઑગસ્ટ 29, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દેવરાજ ધામ મેળામાં મેડિકલ કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ.પ્રસિદ્ધ દેવરાજ ધામના મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લીધો લાભ.

છબી
દેવરાજ ધામ મેળામાં મેડિકલ કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ. પ્રસિદ્ધ દેવરાજ ધામના મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લીધો લાભ. અરવલ્લીના મોડાસા ખાતે પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે મેળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બલ્ડ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં ૧૫૦ ઉપરાંત લોકોએ આરોગ્ય લક્ષી સેવાનો લાભ લીધો. આ મેડિકલ કેમ્પમાં ૧૦ જેટલાં ડોક્ટર્સ જોડાયા હતા અને મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક લાભ લીધો હતો.જેમાં બી. પી. સુગર, અને અન્ય આંખની બીમારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને દવાઓ પણ આપવામાં આવી, તે સાથેજ સરકાર દ્વારા આપવામાં આવતા આરોગ્યલક્ષી યોજનાઓ અને અન્ય ફાયદાઓ સીધા લોકો સુધી પોહચી રહે તેના માટે પણ સમજણ આપવામાં આવી. જેનાથી આરોગ્ય લક્ષી સરકાર જે સેવાઓ આપે છે તેનાથી જિલ્લાના ગ્રામ્યની પ્રજા સુધી સાચી માહિતી પોહચે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું. મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે. લાખોની મેદની આ મેળામાં જોડાય છે.જેમાં લોકો માટે મેડિકલ

અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું.અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે.

છબી
અરવલ્લીના મોડાસાના દેવરાજ ધામ ખાતે મોટી બીજના મેળાનું આયોજન,મેળામાં માનવમેહરામણ ઉમટ્યું. અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ આવેલું છે.જેમાં ભાદરવા સુદ બીજનો  મેળો યોજાય છે.બહોળી સંખ્યામાં લોકો મેળામાં આવે છે,અને સંત મેળાવડો, સંતવાણી, ભજન, ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે. મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે . લાખોની મેદની આ મેળામાં જોડાય છે.  સંત મેળાવડો, સંતવાણી અને રાત્રે ભજન સંધ્યાના  કાર્યક્રમ યોજાય છે,જેમાં ભક્તો ઉમટે છે.આમ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમના મેળાને માણવા દૂર દૂરથી લોકો આવે છે.દેવરાજધામ ખાતે દર વર્ષે બીજના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે.મોડાસાના દેવરાજ મંદિરમાં વહેલી સવારથી જીલ્લા સહીત આજુબાજુના જિલ્લામાંથી મોટી સંખ્યામાં નેજા સાથે પગપાળા પદયાત્રીઓનો ધસારો જોવા મળે છે .અરવલ્લી તેમજ સાબરકાંઠાના અનેક ગામોમાંથી મોડાસાના દેવરાજ ધામ ખાતે ભક્તો નેજા અને ભજન મંડળીઓ સાથે આવે

માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક.

છબી
માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી અરવલ્લી જીલ્લાની " DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક. બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની "DISHA"( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સમિતિની બેઠક મળી. માનનીય સાંસદશ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમિક્ષા કરવામાં આવી. જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. જીલ્લાની મધ્યાહન ભોજન યોજના, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધ