પોસ્ટ્સ

માર્ચ 9, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આદિવાસી સમાજમાં હોળી એટલે પ્રકૃતિ પૂજા, માનવજગત માટે વરદાનરૂપ પ્રકૃતિને પોખવાનો અવસર એટલે હોળીઆદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા'આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે.

છબી
આદિવાસી સમાજમાં હોળી એટલે પ્રકૃતિ પૂજા, માનવજગત માટે વરદાનરૂપ પ્રકૃતિને પોખવાનો અવસર એટલે હોળી આદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા' આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે. જેમાં આદિવાસી લોકો 2 કે 3 દિવસ નહિ પણ 10 દિવસ મોડી રાત સુધી આદિવાસી પરંપરાગત ઢોલ નગારા ઉજવણી કરતા હોય છે. સ્થાનિક આદિવાસી ભાષામાં ગીતો ગાતા અને કીકીયારીઓથી, નાચ ગાન સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે. ગુજરાત રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધી વસેલા આદિવાસી સમાજ હોળીના તહેવારની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. દર વર્ષે હોળીના 15 દિવસ અગાઉથી જ ઊજવણીની શરુઆત થઈ જતી હોય છે. આદિવાસી જિલ્લાઓની જેમ અરવલ્લી સાબરકાંઠામા પણ નવપરણિત દીકરા દીકરીઓ પ્રથમ હોળીની પ્રદક્ષિણા કરે છે.જે પરિવારમા મરણ થયું હોય અને ત્યારબાદની પ્રથમ હોળીના દિવસે હોળીના દર્શન કરીને દુઃખ ભૂલીને નવી શરૂયાત કરવાની પરંપરા છે.પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજમાં તમામ તહેવારો ઉજવવાની અનોખી પરંપરા હોય છે. આદિવાસીઓ માટે હોળી એટલે 'ખાવલા, પીવલા ને નાચુલા' ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ