પોસ્ટ્સ

મે 15, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.

છબી
૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.   અરવલ્લી જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી મોડાસા ના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ની રાહબરી હેઠળ ભિલોડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના વિસ્તાર માં "૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ " ઉજવણી અંતર્ગત તા.૦૮/૦૫/૨૦૨૩ ને સોમવાર થી આજદિન સુધી વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી રહેલી છે. જેના ભાગરૂપે આજરોજ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. @... FIGHT THE BITE (  મચ્છર ના ડંખ સામે લડાઈ ) બાબતે સમુદાય માં લોકોને અગાઉ મળેલી મચ્છરદાની નો યોગ્ય રીતે યોગ્ય સમયે ઉપયોગ , જાળવણી અંગે " જૂથ ચર્ચા " કરવામાં આવી હતી. @... SMALL BITE, BIG THREAT. ( નાનો ડંખ મોટું જોખમ ) બાબતે જંતુનાશક દવા જે પ્રાઇવેટ દવા ના સ્ટોર પર મળે છે તેનો ઘરમાં ખૂણે-ખાંચે છંટકાવ  કરવા તથા મેટ , ગુડ નાઈટ વગેરે નો ઉપયોગ કરવા અંગે " મહિલા જૂથ ચર્ચા " કરી જેમાં ખાસ સગર્ભા માતા અને ધાત્રી માતા અને તેના બાળક ને મેલેરિયા તથા ડેન્ગ્યુ ના રાક્ષસ થી બચવા માટે જણાવ્યું હતું. મચ્છર નો એક નાનો ડંખ