પોસ્ટ્સ

એપ્રિલ 6, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન

છબી
જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન                               .. કલેકટરશ્રી આનંદ પટેલ   તા. ૮ મી એપ્રિલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ અંગે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ: પત્રકારશ્રીઓને માહિતી અપાઇ (માહિતી બ્યુરો, પાલનપુર)          વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી ત્યારબાદ પત્રકારશ્રીઓને માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.

છબી
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.  ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા લાલ ચોક ધાનેરા ખાતે ધાનેરા, થરાદ,લાખણી, ડીસા, દાંતીવાડા તાલુકા ના ગામડા માં પાણી ની સમસ્યા હલ કરવા અને નર્મદા કેનાલ માથી પાણી માટે પાણી અધીકાર જંગી સભા અને રેલી કાઢવા માં આવેલ    આજે સવારે દસ કલાકે લાલ ચોક માં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ સભા યોજાઈ ત્યાર બાદ આ સભા માંથી રેલી માં ફેરવાઇ અને રેલી ધાનેરા બસ સ્ટેશન થી ગંજ બજાર માં થઇ મામલતદાર કચેરી પહોંચેલી જયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી આક્રમક બની પાણી ના માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો. કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ના ખેડુત નેતા દોલાભાઈ ખાગડા ની આગેવાની માં સભામાં બ્રહ્મા કુમારી રશ્મિ દીદી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી, તેમજ રાષ્ટ્રીય કિસાન સંગઠન ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી કુબેરસિંહ હાજર રહી જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ને પ્રદેશ ના મહામંત્રી તરીકે નિમણુંક આપી રાષ્ટ્રીય કારોબારી સમિતિ ના સભ્ય પદે નિમણુંક થવા બદલ અભિનંદન કરેલ . વધું આજની સભામાં માં  કિસાન અગ્રણી પાલભાઇ આબલીયા, જે.કે.પટેલ, ગજેન