આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ
આ વર્ષે પતંગ ઉત્પાદન પર મોટી અસર કોરોના નું ગ્રહણ લાગતાં વેપારીઓમા મંદી નો માહોલ દર વર્ષ કરતા પતંગ નું ઉત્પાદન 40 ટકા ઓછું થયું જેમાં વેપારીઓ એ માલ સમાન ખરીદીને બેઠા છે પરંતુ કોવિડ ગાઈડલાઈન ના કારણે વેપારીઓમાં અસમંજસતા ને લઈને મુંજવણ માં મુકાયાં છે. મહિનાઓ પહેલા મળતાં ઓર્ડર આ વર્ષે મળ્યા નથી જેમાં પતંગ ના ભાવમાં 20-30 ટકા નો ભાવ વધારો જોવા મળ્યો છે. 20 ચિલ પતંગ ના ગતવર્ષે ભાવ 60 થી 80 રૂપિયા હતા . આ વર્ષે 100 થી 110 ભાવ ચાલી રહ્યા છે મોટા પતંગ ના 120 રૂપિયા હતા, જે વધી ને 140-150 રૂપિયા થયાં હતાં. કોરોના અને લોકડાઉન ના કારણે દોરી નુ ઉત્પાદન ઓછું થતાં દોરી નો ભાવ આસમાને જેવા મળી રહ્યો હતો. કલકતા થી આવતી વાંશના ભાવમાં ભાવ વધારાની અસર ઓપતંગ પર જોવા મળી રહી છે જેને લઈને વેપારીઓમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે તસવીર અહેવાલ .વજેરા મ જોષી ભીલડી.