પોસ્ટ્સ

મે 30, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"

છબી
અંબાજી , ગુજરાત  મિત્રતા નો અદભૂત કિસ્સો બડે બાપુ અને ચુંદડી વાળા માતાજી નો"  ચુંદડીવાળા માતાજી ના અવસાનના સમાચાર મળ્યા બાદ  તેમના પરમ મિત્ર બડે બાપુ દ્વારા પોતાના ઘરે ચુંદડીવાળા માતાજી ની આત્મા ને શાંતિ મળે  તે માટે માત્ર પાણી ઉપર ચંડીપાઠ શરૂ કરવામાં આવ્યા છે    ચુંદડીવાળા માતાજી અને બાપુને છેલ્લા પચાસ વર્ષ જૂના સંબંધ હતા  તેમનું મંદિર માતાજીનું મંદિર સામે હતું,  દર પૂનમે માતાજી ચાલતા ગબ્બર જતા ત્યારે પોતાના મિત્ર ના મંદિર મા જરૂર બેસતા હતા,  આજે તેમના મિત્ર ની આત્મા ને શાંતિ મળે તે માટે  આ બડે બાપુ માત્ર પાણી પર ચંડી પાઠ કરી રહ્યા છે રિપોટ :pradhansinh parmar banaskantha

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી

છબી
રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી  આજ રોજ ૩૦મી મે ૨૦૨૦ ને શનિવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભાના  સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારો ને મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કર્યુ હતુ અને કામદારો દ્વારા મિસ્ત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી  હાલમાં લોકડાઉન ની પરિસ્થિતિ મા કામ ના દિવસો વધારવા ની રજૂઆત કરવામાં આવી હતી તે સમયે માનનીય શ્રી મધુસુદન  મિસ્ત્રી સાહેબ  દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે તમારા  પ્રશ્નો ની રજૂઆત યોગ્ય જગ્યાએ કરવામાં આવશે અને ત્યાર બાદ કામદારોને સાહેબ દ્વારા જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમા ઉપસ્થિત સરપંચ શ્રી કલ્યાણસિંહ કુપાંવત જિલ્લા પૂર્વ