અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ સુઘી બપોરની આરતી શરૂ થઇ*
અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ સુઘી બપોરની આરતી શરૂ થઇ શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતઅનેરાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીમંદિર51શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર માં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાયો છે અને હવે બપોરના સમયગાળામાં પણ કાચ વડે સૂર્ય નારાયણનુ પ્રતિબીંબ ગર્ભગૃહ પર પાડ્યા બાદ બપોરની આરતી પણ શરૂ થઈ છે. આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. વીઓ :- આજે બપોરે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરી