જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી*
જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના- નિખાલસતા - પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી *મૂળ નેપાળના વતની જગત કુમારી શર્મા હવે પરત જવા માગતા નથી.. આ સંસ્થામાં રહીને જ સેવા કરવા માંગે છે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ' દ્વારા મને બીજી વખત જીવન મળ્યું છે. મારે હવે આ આશ્રમમાં રહીને આજીવન આશ્રમની બહેનોની સેવા કરવી છે આ શબ્દો છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે મુલાકાત કરનાર મૂળ નેપાળના વતની અને હાલ આશ્રમમાં જ રહેતા શ્રી જગત કુમારી શર્માના.* મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આશ્રમમાં રહેતી શ્રી જગત કુમારી શર્મા સાથે સંવેદના અને નિખાલસતા તેમજ પિતૃવાત્સલ્ય ભાવ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતનું વર્ણન કરતા શ્રી જગત કુમારી શર્માએ કહ્યું કે, મને આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકા