લોકોના જીવ બચાવવામાં અરવલ્લી જિલ્લા 108 સેવા અવ્વલ.
લોકોના જીવ બચાવવામાં અરવલ્લી જિલ્લા 108 સેવા અવ્વલ. -------------------------- 3 મહિનામાં 3 હજાર 800 થી વધૂ લોકોની મદદે પહોંચી 108. રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે 108ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા હતા પણ આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. અરવલ્લી જિલ્લામાં પણ 108 દ્વારા છેલ્લા 3 માસમાં 3 હજાર 800થી વધુ લોકોની મદદ કરી છે. જીલ્લાના કોઈ પણ ખૂણે 19 મિનિટથી ઓછા સમયમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. 108ના સ્ટાફ દ્વારા ઘણા બધા કેસોમાં પ્રસૂતા માતાઓની ડિલિવરી પણ કરાવવામાં આવે છે. 5 મહિન