પોસ્ટ્સ

જુલાઈ 19, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંબાજી માસ્ટર પ્લાન હેઠળરીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત*

છબી
અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત* • *રીંછડિયા લેક બ્યુટીફિકેશન, ચેકડૅમ ફાઉન્ટન, ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઊભી કરાશે* • *29 વિવિધ આકર્ષણો સાથે ઝળહળી ઉઠશે રીંછડિયા મહાદેવ મંદિર પરિસર* ગુજરાતમાં અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન શિવજીના મંદિરોમાં ઉમટે છે. રાજ્યમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવ સહિત અનેક મહત્વના શિવ મંદિરો છે, પરંતુ શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓ અન્ય શિવ મંદિરોમાં પણ દર્શન કરવા અચૂક જતાં હોય છે. ગુજરાતમાં આવેલા અનેક શિવ મંદિરોમાં ઘણા બધા શિવ મંદિરો પૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ. રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અંબાજી માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની સાથે-સાથે આસપાસ આવેલા યાત્રાધામોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રીંછડિયા મહાદેવ મંદિર પરિસરના વ