શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી
ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન એમ.એલ.ચૌધરી એ તપાસ કમીટીની કરી હતી રચના
- બનાસ બેંક માં 40 અધિકારી-કર્મચારીઓની ખોટી ભરતી કરી હોવાનું ખુલ્યું તપાસમાં
આપણી બેંક બનાસ બેંક" ના જનરલ મેનેજર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ અશોક ચૌધરી ને ભરતી કૌભાંડ સહિત માં સંડોવણી બહાર આવી છે. જેથી બનાસ બેંક ની વહીવટી કમિટી એ અશોક ચૌધરી ની હકાલપટ્ટી કરતાં ચહલ પહલ વ્યાપી જવા પામી હતી.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, બનાસ ડેરીના ચેરમેન તેમજ બનાસ બેંક ના તત્કાલીન ચેરમેન શંકર ચૌધરી ના એક હથ્થુ શાસન અને સગાવાદ તેમજ પરીવારવાદ ઉભો કરીને બનાસ ડેરી તેમજ બનાસ બેંક માં બોગસ ભરતી ઓ કરી જીલ્લા બહારના ઉમેદવારો ને પણ પોતાના હિત માટે નોકરીઓની લ્હાણી કરી હોવાની જીલ્લા ભરમાં બૂમરાડ ઉઠવા પામી હતી. બનાસ બેંક માં પણ પણ શંકર ચૌધરી એ પોતાના ભાણેજ ને જનરલ મેનેજર તરીકે બેસાડી એકહથ્થુ શાસન ચલાવતા સહકારી આગેવાનો સહિત કર્મચારીઓમાં પણ કચવાટ ઉભો થયો હતો તેમજ તાજેતરમાં જ યોજાયેલી બનાસ બેંક ની ચૂંટણી અગાઉ જ બોગસ ભરતી કરવામાં આવી હતી. જેથી બનાસકાંઠા જીલ્લાના કેટલાંક આગેવાનો અને ખેડૂતો એ બનાસ બેંકમાં ખોટી ભરતી થઈ હોવા અંગે અવાજ ઉઠાવ્યો હતો.
આથી બનાસ બેંક ના તત્કાલીન ચેરમેન એમ.એલ.ચૌધરી એ ભરતી અંગે ન્યાયિક તપાસ કરવા માટે તપાસ કમીટી ની રચના કરવામાં આવી હતી. જેથી તપાસ કમીટી ની તપાસ બાદ 40 જેટલાં અધિકારી-કર્મચારીઓની બોગસ ભરતી થઈ હોવાનું બહાર આવ્યું હતું તેમજ શંકર ચૌધરી ના ભાણેજ અને બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરી ની પણ બોગસ ડીગ્રી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સોમવારે બનાસ બેંક ની વહીવટી સમિતિ ની બેઠક યોજાઈ હતી. જેમાં બોગસ ભરતી પર રોક લગાવી દેવામાં આવી હતી તેમજ બનાસ બેંક ના જનરલ મેનેજર અશોક ચૌધરી ને પોતાના હોદ્દા પરથી કાયમ માટે બરતરફ (હકાલપટ્ટી) કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com