અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા
અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા હાલમાં ચાલી રહેલ લગ્નની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન હોવા અંગેની ફરીયાદો જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીને મળી હતી. જેમની જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી સ્થળતપાસ કરવામાં આવી. જેમાં વર-વધુની ઉંમરના પુરાવાઓ ચકાસતા મે-૨૦૨૨ માસમાં અત્યાર સુધી કુલ ૦૪ બાળલગ્નો જેમાં “અક્ષયતૃતિયા (અખાત્રીજ)” ના દિવસે ૦૨ બાળલગ્નો હોવાનું જણાતા તમામ બાળકોના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી તેમની પાસેથી લગ્ન મોકુફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા તથા જ્યાં સુધી બાળકોની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવામાં આવી તેમજ જો તેઓ બાળલગ્ન કરાવશે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની નોટીસ આપવામાં આવી તેમજ લગ્ન તારીખથી પોલીસ જાપ્તો ગોઠવી યેનકેન પ્રકારે બાળલગ્ન ના થાય તે અંગે પગલા લેવામાં આવ્યાં. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છ