થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 69મો પાઠ થયો
થરાદ ના ભુરિયા મુકામે જગત કલ્યાણ માટે 11મુખી હનુમાન દાદા સન્મુખ સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં સળંગ 69મો પાઠ થયો
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે આ વિસ્તારના એકમાત્ર અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલા શરૂ કરવામાં આવી જેને હનુમાન દાદા મા માનનાર ભકતજનો દ્રારા જોરદાર સમર્થન મલતાં આજે સતત 69મા શનિવારે પૂજય સંત ઘેવરદાસ બાપુની પાવન નિશ્નામાં મોદી દિનેશભાઈ લાલાભાઈ મુ દીદરડા c/o શ્યામ કેટલ ફીડ થરાદના સૌજન્યથી બનાસ બેંકના ડિરેકટર શૈલેષભાઈ પટેલ ,થરાદ તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાલુભાઈ પટેલ તથા અન્ય ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ઉલ્લાસમય વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે દર શનિવારની જેમ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
આગામી 70મો સંગીતમય સુંદરકાંડનો પાઠ પ.પૂ.સંત ઘેવરદાસ બાપુ ની પાવન નિશ્રામાં જમડા ગામના સરપંચ હઠાજી રાજપૂતના સૌજન્યથી યોજાશે અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે સરળ સ્વભાવના ,ગૌ ભકત, સેવાભાવી નિર્મળ સંત ઘેવરદાસ બાપુના ચાહક વર્ગમાં પણ સતત વધારો થઇ રહેલ છે અહીં દર શનિવારે રાત્રે ભજન સત્સંગ નુ પણ આયોજન કરવામાં આવે છે જેમાં દર શનિવારે નિયમિત પૂનમારામ ચૌધરી, સૂરજદાસ વૈષ્ણવ, સુપ્રસિધ્ધ ભજનીક ભીખદાસ વૈષ્ણવ સાંચોર વગેરેનો સુંદર સહયોગ પ્રાપ્ત થઇ રહેલ છે
તન મન ધનથી સુંદરકાંડ પાઠ કરાવવાથી મન વાંચ્છીત ફલની પ્રાપ્તિ થાય છે તેવો સંતોનો મત છે
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com