ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ*
*ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ મોડાસા : બુધવાર અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના ‘યોગમય ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ અને વહીવટીતંત્ર મોડાસાના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય યોગ શિબિર કાર્યક્રમનો આરંભ કે.એન.શાહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ શિબીર સવારના ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન યોજાઇ હતી. આજથી આરંભ થયેલ યોગ શિબીરને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, રા.ક.ના આદિજાતિ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીન્ડોર,જિલ્લા કલેકટરશ્રી ડૉ,નરેન્દ્રકુમાર મીનાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પા બેન ભાવસાર અને સંતશ્રી દેવગીરી મહારાજના હસ્તે આ શિબીરનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી . આ યોગ શિબીરમાં સમગ્ર અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી