પોસ્ટ્સ

એપ્રિલ 2, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પત્રકાર એકતા સંગઠન,પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.

છબી
પત્રકાર એકતા સંગઠન પત્રકાર એકતા સંગઠનની મહિસાગર જિલ્લાની મિટિંગ ગોસાઈ સમાજ ઘર મહિસાગર ખાતે યોજાઇ ગઇ.  ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન ની મહિસાગર જિલ્લાની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી.  આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ,પાલીતાણા થી પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પાલીતાણા થી આર.બી.રાઠોડ, મહેસાણાથી પ્રહલાદભાઈ ચૌહાણ, પ્રદેશ આઇ.ટી. સેલ અધ્યક્ષ સમીર બાવાણી તેમજ ઝોન ૯  પ્રભારી ભરતસિંહ રાઠોડ,   ઝોન  ૧૦ પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા, ઝોન ૯ સહ પ્રભારી દિનેશભાઈ કલાલ , ઝોન ૧૦ સહ પ્રભારી નિલેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ ની શરૂઆત માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે મર્હુમ સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ

ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા

છબી
ડીસામાં ચેટીચંદ ની ધામધૂમથી નીકળી શોભાયાત્રા     ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ ના મંદિરથી બપોરે ભવ્ય શોભાયાત્રામાં સિન્ધી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા અને આ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રી ઝુલેલાલની ડીસા શહેરમાં પરીક્રમા કરીને જલારામ મંદિરે સાંજે પહોંચી હતી આ ધાર્મિક પ્રસંગમા ઠેર ઠેર લોકોએ દર્શન નો લાભ લીધો હતો અને ડીસા શહેરમાં આયો લાલ ઝુલેલાલ ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા ભક્તિ મળ બની હતી          આ શોભાયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તેમજ સભ્યો ભગવાન શ્રી ઝુલેલાલ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ડીસાના રસ્તાઓ ઉપર ભાવિ ભક્તો દ્વારા ઠંડા પીણા, સરબત તેમજ નાસ્તાની સારી સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા