GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ
GPYG, Modasa દ્વારા 51 મા રવિવારે " મારું ઘર-મારું વૃક્ષ" નવિન અભિયાનનો શુભારંભ "આજના યુગનો જવાન રવિવારની મોજ નેવે મૂકીને પ્રકૃતિ બચાવવામાં લાગ્યો છે એ બહુ મોટી વાત છે , સમાજના દરેક માણસે આ ટીમથી શીખ લેવા જેવી છે" : જાવેદ આઝાદ મોડાસા, 12 જૂન 51 મા રવિવારે "મારું ઘર- મારુ વૃક્ષ" ના નામે એક નવિન અભિયાન શરુ કર્યુ. જેમાં જે કોઈનો જન્મદિવસ, લગ્ન દિવસ, દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કે અન્ય કોઈ પ્રસંગ યાદગાર બનાવવા સંકલ્પિત થઈ વૃક્ષારોપણ-જતન કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જે સંદર્ભે આ ટીમના પર્યાવરણ બચાવ કાર્ય પ્રયાસોની સક્રિયતાને સોસીયલ મિડિયા પર જોઈ અનેક પરિવાર તેમના ઘર આગળ વૃક્ષારોપણ કરવા આ ટીમનો સંપર્ક કરી રહ્યાં છે. જે આ રવિવારે મોડાસાના કૉલેજ રોડ પર મુસ્લિમ પરિવાર દ્વારા રસુલાપાર્ક સોસાયટીમાં નિમંત્રણ મળતા ટીમ પહોંચી. સોસાયટીના રહીશો સાથે મળી અલગ અલગ ઘર આગળ થઈ કુલ છ રોપાઓનું તરુરોપણ કરવામાં આવ્યું. સૌએ આ વૃક્ષના ઉછેર માટે સંકલ્પિત લીધો. આજના દિવસે બીજું આયોજન માલપુર રોડ પર રચના પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્