અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયારતમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે
અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર તમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે મોડાસા, શુક્રવાર, વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રીડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો. બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્