ડીસાથી સરીપડા પગપાળા યાત્રાસંધની પૂણાર્હુતિ
ડીસાથી સરીપડા પગપાળા યાત્રા સંધની પૂણાર્હુતિ ડીસા શહેરના મોદી સમાજના યુવકો દ્વારા ડીસા થી સરીપડા પગપાળા યાત્રા સંધનુ તા: ૮/૦૫/૨૦૨૨ ને રવિવાર વૈશાખ સુદ-૭ ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૪:૦૦ કલાકે મોટા મહોલ્લામાં આવેલ શ્રી વિરદાદાના મંદિરથી પ્રસ્થાન કરી રીસાલા, એ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ થઈને ડીસા પાલનપુર હાઈવે થઇને મોદી સમાજના આગેવાનો તેમજ ભાઈ - બહેનો મોટી સંખ્યામાં લગભગ ૪૦૦ ઉપરોક્ત ભાવિક ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા હતા સમાજના આગેવાનો શ્રી શાંતિલાલ હેરૂવાલા ( ચેરમેન પીપલ્સ બેંક ) શ્રી અશોકભાઈ પાવાલા ( વાઈસ ચેરમેન પીપલ્સ બેંક ) એમ.ડી શ્રી કાન્તીલાલ કાનુડાવાળા, શ્રી જયેશભાઈ નાસરીવાળા, શ્રી વિનોદ ચંદ્ર હેરૂવાલા, તેમજ સહયોગ મંડળીના ચેરમેન શ્રી મુકેશભાઈ પંચીવાળા, મોદી સમાજના પ્રમુખ શ્રી કનુભાઈ ભરતીયા,. કરીયાણા એસોસિએશન ના વાઈસ ચેરમેન શ્રી ઈશ્વરલાલ ચોખાવાળા, દિનેશભાઈ પંચીવાળા ( ભગત ) શ્રી જગદીશચંદ્ર પટણી, તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ- બહેનો લગભગ ૪૦૦ ઉપરોક્ત લોકો જોડાયા હતા આ સંધ નારસુગા વિરદાદાના મંદિરે બપોરે પહોચી ગયો હતો વિરદાદાના ચમત્કારી કે આ મંદિરમાં લો