પોસ્ટ્સ

જુલાઈ 29, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ*

છબી
*ભાદરવી પૂનમના મહામેળા સંદર્ભે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અગત્યની સમિતિઓની બેઠક યોજાઇ* *કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અંબાજી આસપાસના સ્થળોનું નિરીક્ષણ કર્યુ* આગામી ભાદરવા મહિનામાં અરવલ્લીના ડુંગરાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળ

યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ*

છબી
*યાત્રિકોની સુરક્ષાને સલામતીના ભાગરૂપે અંબાજી ગબ્બર રોપ વે ખાતે મોક ડ્રિલ યોજાઈ* *ઊંચે ટોચ પર રોપ વેમાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટેના લાઈવ રેસ્ક્યુ ઓપરેશનનું દિલધડક ડેમોસ્ટ્રેશન કરાયું* *રોપ વે ઓથોરિટીની સુરક્ષા અંગેની સતર્કતા અને સલામતીની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા વહીવટદારશ્રી આર કે પટેલ* આગામી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને અનુલક્ષીને અંબાજી ગબ્બર રોપ વે ઓથોરિટી અને વહીવટીતંત્રના સંકલન દ્વારા ગબ્બર તળેટી ખાતે  મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમયમાં દેશનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ મેળો યોજાઈ શક્યો નથી ત્યારે ચાલુ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ વખતે કરોડોની સંખ્યામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટવાની સંભાવના છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી અંબાજી ગબ્બર રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા મોકડ્રિલ ક