મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?
મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ? આવો, જાણીએ એક અનોખી રોચક પુરાણકથા શિવજીના પરમ ભક્ત મૃકન્ડ ઋષિ સંતાન ન હોવાના કારણે બહુ દુઃખી હતા. વિધાતાએ એમને સંતાનયોગ આપ્યો જ નહોતો. પણ, મૃકન્ડ ઋષિ સારી રીતે એ પણ જાણતા હતા કે, શિવજી સંસારના બધાં જ વિધાન બદલી શકવા સમર્થ છે. એટલે એમને જ હું કેમ પ્રસન્ન ન કરું!!?? એમ વિચારીને એમણે ઘોર તપ કર્યું. ભગવાન શિવજી મૃકન્ડ ઋષિના તપનું કારણ જાણતા હતા એટલે એમણે ઋષિને જલદી દર્શન ન આપ્યા. પણ, આખરે મૃકન્ડ ઋષિના તપને કારણે મહાદેવજી પ્રસન્ન થયા વિના રહી ન શક્યા. શિવજીએ પ્રસન્ન થઈ ઋષિને કહ્યું કે, હું વિધાતાનું વિધાન બદલીને તને એક પુત્ર થાય એવું વરદાન તો આપું છું, પણ મારું આ વરદાન તને હર્ષ સાથે શોક પણ આપશે. સમય જતા શિવજીના વરદાનથી મૃકન્ડ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. જેનું નામ માર્કન્ડેય રાખવામાં આવ્યું. જ્યોતિષીઓએ જોષ જોઈને ઋષિને બતાવ્યું કે, આ બાળક અલ્પાયું છે. આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે. જ્યોતિષીઓની આ વાત જાણી ઋષિનો આનંદ વિષાદમાં બદલાઈ ગયો. તેમ છતાં, ઋષિ પોતાની પત્નીને આશ્વસ્થ કરીને જણાવ