રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી
રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- દ્વારા પોશીના તાલુકામાં મનરેગા કામદારોની મુલાકાત લેવામાં આવી આજ રોજ ૧ મી જુન ૨૦૨૦ ને સોમવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા અને મોવતપુરા. ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન દ્વારા મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારોની મુલાકાત દરમિયાન હાલમાં જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે યુનિયન દ્વારા માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમા ઉપસ્થિત યુનિયન સેક્રેટરી બંસીલાલ સોલંકી.સુરેશ સોલંકી.શંકરભાઈ પરમાર.સુરેશ ગમાર.ગોવિંદ સોલંકી અને મનરેગા મેટ મકબુલ ગમાર.લાલુ ગમાર સહિત ના યુવાનો હાજર રહ્યા હતા કિરણ ખાંટ -સાબરકાંઠા