પોસ્ટ્સ

ઑગસ્ટ 17, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.

છબી
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો આવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. રક્ષાબંધનના પવિત્ર તહેવાર આવી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા મોડાસામાં શ્રમજીવી પરિવારોના રહેણાંક વિસ્તારોમાં ઘેર ઘેર સંપર્ક કરવામાં આવ્યો. આ વિસ્તારોના બાળકોના કૌશલ્યને બહાર લાવવા 17 ઑગસ્ટ, મંગળવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળ કૌશલ્ય પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવી રહેલ રક્ષાબંધન પૂર્વે આ  બાળકોને અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. જેમાં પ્રોજેક્ટર તેમજ બહેનોની મદદથી આ બાળકોના હાથે જ રાખડીઓ બનાવવામાં આવી. જે આ આયોજન દ્વારા આવા બાળકો માટે અને તેઓના પરિવાર માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ યોજાયો. જે આ બાળકો પોતાના ઘેર જઈ પરિવારના સૌ આવી રાખડીઓ બનાવી આર્થિક સંપન્નતા માટે ઉપયોગી બની રહેશે.      આ આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રોજેક્ટરની મોટી સ્ક્રિન પર વડોદરાથી લક્ષ્મીબેન લીંબડ તથા ગાંધીનગરથી બંસરીબેન સોની એ ઑનલાઇન સંપર્કમાં રહી

ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો

છબી
Prime HINDUSTAN NEWS.ગુજરાત  સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો  ( જુઠ્ઠી સરકાર જુઠ્ઠા વાયદા ના નારા સાથે સુજલામ્ સુફલામ્ કેનાલમાં ખેડૂતો દ્વારા મીણબત્તીથી પ્રગટાવીને અનોખો વિરોધ કર્યો ) બનાસકાંઠા જીલ્લો એટલે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલ અતિ પછાત જીલ્લો છે જીલ્લા માં વરસાદ અનિયમિત થાય છે  બનાસકાંઠા જીલ્લા માં વર્ષે ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધી સતત કુદરતી આફતો નો સામનો કરવો પડે છે અને મોંઘવારી ના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો હવે કુદરતી આફતો થી મુશ્કેલી માં મુકાઈ ગયા છે ચાલુ વર્ષે જીલ્લા માં વરસાદ ૭ ટક કરતા ઓછો થયો છે અને ખેડૂતો દ્વારા મોંઘવારી ના સમયમાં મોઘું બિયારણ ખાતર અને ખેડ કરી વાવણી કરેલ પાક વરસાદ વિના નિષ્ફળ  ગયો છે અને થોડો ઘણો બચેલો પાક બચાવવા ખેડૂતો કાગના ડોળે વરસાદ ના ઈન્તજાર કરી રહ્યા છે  બીજી બાજુ ભારત સરકાર   વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવા ની જાહેરાત કરે છે અને નાયબ મુખ્યમંત્રી પ્ર