ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં
ગુજરાતનાં ગૃહમંત્રી અંબાજી ખાતે આવી 162 મકાનોનું ભુમી પુજન કર્યું, ભીખ માંગતા બાળકોએ ભણી જીવન બદલ્યું, ગૃહ મંત્રીએ બાળકોને પ્રોત્સાહીત કર્યાં એંકર:- શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ગબ્બર ખાતે 2021 મા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગબ્બર તળેટી ખાતે દબાણ માં રહેતાં ભરથરી સમાજના લોકો ને સનદ આપી હતી ત્યારબાદ ખાનગી એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામા આવ્યાં હતા,જેમાં વહીવટી તંત્રને આ સંસ્થા દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 2012 થી ભીખ નહિ પણ ભણીએ સૂત્ર અપનાવી આ સંસ્થાએ ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતાં બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાળકો હાલમા ભીક્ષાવૃતી છોડીને અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું હતું સાથે સાથે ખેલકૂદમાં અને બેન્ડમાં પણ સારી એવી નામના કરી હતી.સરદાર પટેલ ની જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે પ્રધાનમંત્રીની હાજરીમાં પણ તેમને સરસ પર્ફોર્મ કર્યું હતું અને તેમને એવોર્ડ પણ મળ્યો હતો. ગબ્બર ખાત