ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..*
*ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..* ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં બંગાળી પરિવાર ધંધા અર્થે વસાહત કરે છે તેમના દ્વારા પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે આલીશાન 20 ફુટની પ્રતિમાની સ્થાપના કરી આલીશાન મંડપ બાંધી શ્રી મહાકાળી માની પૂજા અર્ચના કાળી ચૌદસના દિવસ થી પાંચ દિવસ રાખી બંગાળી પંડિતો દ્વારા ધામધૂમથી પૂજા-અર્ચના કરે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે બંગાળી મિત્ર મંડળ દ્વારા મહાકાળીમાની સુંદર આબેહૂબ મૂર્તિ ગોઠવીને બંગાળી પંડિતો મારફતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ડીસા તેમજ આજૂબાજૂના ગામડા ની પ્રજાને મહાકાળીમાની દર્શનનો લાભ લીધો હતો છેલ્લા દિવસે મહાકાળી માની મૂર્તિ સાથે બંગાળી પરિવાર દ્વારા ડીસા શહેર ની પરિક્રમા કરી અને તેનુ વિસર્જન કરવામાં આવ્યો હતો આમ કાલીચૌદસ થી પાંચ દિવસ સુધી મહાકાળી માં મહોત્સવ ની ધામધૂમથી બંગાળી પરિવાર દ્વારા ઉજવણી કરી હતી.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS