દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં*
દાંતા તાલુકાના ગ્રામજનો ધરોઈ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારને લઈને લડી લેવાના મૂડમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો સરહદી અને અંતરિયાળ જીલ્લો તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં દાંતા તાલુકો અતિ પછાત અને અંતરિયાળ અને પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ધરોઈ ડેમમાંથી દાતા તાલુકાના લોકોને પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધરોઈ ડેમ થી પાઇપલાઇન દ્વારા પાણી મોકલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, આ કામ શરૂ થયું ત્યારથી વિવિધ ગામના લોકો દ્વારા આ યોજનાના કામને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. દાતા તાલુકામાં જગતાપુરા અને નાનાસડા ગામમાં પણ પાઇપલાઇન ના કામમાં ભ્રષ્ટાચારને લઈને ગામના પૂર્વ સરપંચ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી પાઇપની પ્રોટેક્શન દીવાલને લઈને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ