અરવલ્લી જીલ્લાની મોડાસાની શ્રી કે.એન.શાહ હાયસ્કુલ મોડાસા ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ અંતર્ગત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું.
અરવલ્લી જીલ્લાની મોડાસાની શ્રી કે.એન.શાહ હાયસ્કુલ મોડાસા ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ અંતર્ગત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ 2023ની 6ઠ્ઠી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. તેમણે કહ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, તેમની મહેનત ફળશે. તમારી આંતરિક શક્તિ તમને આગળ લઈ જશે. તે રસ્તામાં પરીક્ષાઓ આવે છે, જાય છે, આપણે જીવન જીવવાનું છે. આપણે શોર્ટકટ ન લેવું જોઈએ. જેને કોઈ શોર્ટકટ લેવું હોય તેને લેવા દો, તો તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો. પીએમ મોદીએ પરીક્ષા પરની ચર્ચામાં બાળકોને એક ઉદાહરણ આપ્યું અને કહ્યું, ‘ધારો કે તમારી શાળામાં ફેશન શો છે અને તમે તેમાં ખૂબ જ સુંદર ડ્રેસ પહેરીને આવો છો. તમારો ખાસ મિત્ર તે ડ્રેસની ટીકા કરે છે… તો બીજી તરફ એક અન્ય મિત્