અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે.
અરવલ્લી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી ૨૪/૭ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત રહેશે. *************** અરવલ્લી - રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી આપત્તિઓ જેવી કે, વાવાઝોડું, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત /તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તારીખ ૧-૦૬-૨૦૨૨થી તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી 24/7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરુ કરવામાં આવેલ છે.કુદરતી આફત દરમ્યાન જિલ્લાને ઓછામાં ઓછું નુકસાન થાય, સમયસર રાહત અને મદદ મળી રહે, સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, અને પૂર્વવત પરિસ્થિતિનું પુનઃનિર્માણ કરવામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મદદરૂપ થશે. તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી ઇમરજન્સી ઓપેરશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જે 24/7 કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમના નંબરો જિલ્લા ઇમરજન્સી ઓપેરશન સેંટર -કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, અરવલ્લી ૦૨૭૭૪ - ૨૫૦૨૨૧-તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર, મામલતદાર કચેરી ભિલોડા ૦૨૭૭૧ - ૨૩૪૫૨૪ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, મેઘરજ ૦૨૭૭૩ – ૨૪૪૩૨૮ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામલતદાર કચેરી, માલપુર ૦૨૭૭૩ - ૨૨૩૦૪૧ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેંટર મામ