બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ?
*બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના ૧૦૦થી વધુ બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કાર્યવાહી ક્યારે ?
દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દવાખાના ચલાવવા દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની રાવ*
દાંતા મોકડી નવાવાસ હડાદ જીતપુર જેવાં વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ તબીબો મનુષ્ય જીવન સાથે ચેડા કરીને દાખલ કરતા નજરે જોવા મળી રહ્યા તેમજ ડિગ્રી વગરના હાર્ડવેર પણ પોતાનું એક્સરે મશીન લઈ લોકો જોડેથી પાટા પેટ્ટી ના નામે હાજારો રૂપિયા ખંખેરી રહ્યા છે દાંતા ગામ મા અને આખા તાલુકામાં જ્યા જુઓ ત્યાં ડિગ્રી વગર ના બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે તેમ છતાં તંત્ર અજાણ દાંતા તાલુકામાં રોજનો એક બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી બેસી જતો હોય છે અને જાણે પોતે એમબીબીએસ હોય તેમ મનુષ્ય જીવન સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો દાંતા તાલુકા ની ઘણના એક પછાત એરિયામા થાય છે .અહીંના લોકો ને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ના હોવાથી આવા બોગસ ડૉક્ટરો પાસે જવા મજબુર થવું પડતું હોય છે અને આનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ડૉક્ટરો લૂંટતા હોય છે વધુ મા વાત કરવામાં આવે દાંતા આરોગ્ય કેન્દ્ર ની તો દાંતા આરોગ્ય કેન્દ્ર મા પણ કંઈક અલગજ બહાના જોવા મળતા હોય છે કોઈ નાનો મોટો પ્રેશન્ટ આવે તો તેનો ઈલાજ કરવાના બદલે તે પ્રેશન્ટ ને તાત્કાલિક પાલનપુર જ રીફર કરી દેવામાં આવતો હોય છે તો ક્યાંક ને ક્યાંક દાંતા આરોગ્ય કેન્દ્ર મા પણ સારા એવા ડોક્ટરોને ખોટ વર્તાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com