દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું*
દાંતા તાલુકાના મચકોડા ગામે ધાર્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે કલેક્ટરશ્રી આનંદ પટેલના પ્રયાસો અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નવીન શિવમંદિરનું નિર્માણ કરાયું *મચકોડા ખાતે નવીન નિર્માણ પામેલ શિવમંદિરમાં શિવલિંગની પ્રતિષ્ઠા પૂજન કરી કલેક્ટરશ્રી આનંદ પટેલે ધન્યતાની લાગણી અનુભવી* બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનો સમગ્ર વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે. આ વિસ્તારમાં કુદરતે છુટા હાથે સોંદર્ય પાથર્યુ છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબે સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને સમાજસેવાના અનેક કામો કરવામાં આવે છે. અંબાજીથી નજીક મચકોડા ગામ આવેલું છે. અહીં વર્ષો પહેલા મચકોડા, તરંગડા,પીપળી, ગોઠડા અને ધામણવા ગામના ગ્રામજનો શિવલિંગની પૂજા કરતા હતા. જનજાતિ સમાજની પરંપરાઓ જળવાય તથા ધર્મ અને સંસ્કૃતિની વિરાસત વધુને વધુ ઉજાગર કરવા પ્રયત્નો કરવામાં આવેલ છે. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે બનાસકાંઠા ક