પોસ્ટ્સ

સપ્ટેમ્બર 18, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈશ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે

છબી
શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈ શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે સમાજની મુખ્ય જગ્યા ઢીમા ખાતે આવેલ છે પરંતુ સમય અને સંજોગો અનુસાર નવીન જગ્યાઓ પણ લેવી પડતી હોય છે ત્યારે પ્રથમ જગ્યા થરાદ ખાતે મીઠા હાઇવે રોડ ઉપર લેવામાં આવી જે ભારતમાળાના પ્રોજેક્ટમાં કપાઈ ગઈ અને ત્યાં ૧૫૦૦ ચોરસ ફૂટ જગ્યા વધી છે જે જગ્યા કપાઈ એના બદલામાં સરકારે સમાજને રૂપિયા જમા કરાવી દીધા જેના આધારે પોલીસ સ્ટેશનની પાછળ સમાજનું નવું તૈયાર ભવન રાખવામાં આવ્યું જેમાં રાજસ્થાની(મારવાડી)શ્રીમાલી બ્રાહ્મણ સમાજની વાર્ષિક સાધારણ સભા અને નવીન હોદ્દેદારોની વરણી અંગેની બેઠક  સમાજના ભવનમાં યોજવામાં આવી જેમાં સૌપ્રથમ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા જે ભવન રાખ્યું છે એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી તેમજ ત્યાર બાદ નવીન હોદ્દેદારોની વરણી અંગેની ચર્ચાઓ શરૂ કરવામાં આવી જેમાં પ્રકાશભાઈ શાંતિલાલ દવે(વડગામડા)એ પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ અન્ય કોઈ દાવેદારી ન આવતાં સર્વાનુમતે તેમ

નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા ની મુલાકાત લીધી.

છબી
નલ સે જલ યોજના અંતર્ગત  પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠાની મુલાકાત લીધી (માહિતી બ્યુરો પાલનપુર) જલ જીવન મિશન હેઠળ અમલી બનવવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજયના તમામ ગામોને ૧૦૦ ટકા નળ કનેકશન થી આવરી લેવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સધન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લાના પાણી પુરવઠા વિભાગ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની સમીક્ષા બેઠકમાં નળ સે જલ યોજના અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા નળ કનેકશનથી આવરી લેવા માટે ગામોની આંતરીક સુચારૂ પાણી વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલા કામોની જુદા જુદા ગામોની સમીક્ષા કરવામાં આવી હતી.               સચિવશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરી નળ કનેકશનથી વંચિત રહેલા ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં મોનીટરીંગ સેલ અને વાસ્મો વડી કચેરીના મુખ્ય ઇજનેરશ્રી, પા.પુ.બોર્ડની ઝોન-૨ કચેરીના મુખ્ય ઇજનેરશ્રી,

અંબાજી આવતા માઇભક્તો માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સજાગ અને સજ્જ : દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે

છબી
અંબાજી આવતા માઇભક્તો માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર  સજાગ અને સજ્જ : દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે નાણાંની અવેજમાં કોઇપણ વસ્તુ કે કોઈપણ પ્રકારની સેવા લીધી હોય તે સેવામાં ખામી કે વસ્તુમાં છેતરપીંડી થાય તો તે અંગેની ન્યાય પ્રક્રિયા માટે ગુજરાત સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ એ સલાહ અને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. અંબાજી ખાતે વર્ષે એક કરોડ ઉપર લોકો આસ્થાને લઈ મા અંબાના દર્શનાર્થે આવે છે. મા અંબેના માઈભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેવા આશયથી બનાસકાંઠા જિલ્લા કેલેકટરશ્રી આનંદ પટેલના આદેશથી દાંતા ખાતેના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રને તા.૨૬ જૂન ૨૦૨૧ના રોજ અંબાજી ખાતે પેટા કચેરી તરીકે શરૂ કરવામાં આવી છે.        ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજીના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતુ કે, માં અંબેના દર્શને આવતા માઈભક્તો અહીંથી કોઈપણ  પ્રકારની વસ્તુ કે સેવાની ખરીદી કરતા છેતરાય છે તેવા ગ્રાહકો અમારા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્રમાં દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે, તે દરેક ફરીયાદીને જરૂરી સલાહ અને સૂચનો

અંબાજી માં આજે લાલ ડંડા વાળો સંઘ અંબાજી મંદિરે પહુચ્યો 188 વર્ષમાં પ્રવેશ કર્યો .ભાદરવી પૂનમ પેહલા યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ પગપાળા સંગો આવતા હોય છે.

છબી

ડીસા પીપાજી નગરમાં ગણપતિ બાપ્પા ની મૂર્તિ નું પાણી ન તપેલામાં વિસર્જન કરવામાં આવ્યું

છબી