પોસ્ટ્સ

મે 18, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલસંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો..

છબી
અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો.. મનોદિવ્યાંગ મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પિતૃ વાત્સલ્ય ભાવથી સંવાદ સાધ્યો...* *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે સંવેદનાપૂર્ણ  વાતચીત કરી- સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૃચ્છા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અરવલ્લીનાં બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની આજે મુલાકાત લીધી હતી. સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી શ્રી તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને આજે  અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. સાથે સાથે સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મહિલાઓને આપાતી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની એક એક જગ્યાની મુ

અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !

છબી
અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !  આવો સાહેબ...આવો...આવો...અહિં તમારી ગાડી મૂકી દો....પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ વાળી જમીન એની નહોતી, સરકારી હતી)*...બસ ખાલી આ બીજા નંબર ની દુકાન પર થી પ્રસાદ લઈ લો.  *(જો પ્રસાદ ન લો તો દર્શન કરી ને પાછા આવો ત્યાં સુધી માં તમારી ગાડી ની હવા નીકળી જાય અથવા તમારી ગાડી ને લીસોટા પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોઈ તમારી ઈચ્છા ન હોવાં છતાં તેમની બતાવેલી દુકાને થી પ્રસાદ લઈ લેવું વૈચારીક રીતે હિતાવહ છે.)* લાવો પ્રસાદ....બોલો સાહેબ શું શું આપુ કહીં, કંઈ બોલીએ તે પહેલા જ દુકાનવાળા ભાઈ એ તો થેલીમાં શ્રીફળ, ચુંદડી ને એને મનફાવે તેમ બધું ભરવા માંડ્યુ. ત્યાં જ મેં કહ્યુ ભાઈ અંદર તો શ્રીફળ ધરાવવા જ નથી દેતાં, બહાર જ મૂકાવી દે છે. તો મારે આ બધું નથી જોઈતું તું માત્ર સાકરીયાનો પ્રસાદ આપી દે. *(કેમ કે મહિનો પૂરો થવાનાં આરે હોઈ મોટા ભાગ નો પગાર વપરાઈ ગયેલ હોઈ મારી પાસે માપનાં જ રૂ.૧૨૦૦/- ખીસ્સામાં હતાં અને એમાંથી છોકરાઓ ને ઊડન ખટોલા (રોપ-વે) અને રમકડાં અપાવવાની પ્રોમિસ ઘરે થી કરીને નીકળેલો એટલે માપ માં ખર્ચ કરવાનો હતો.)* આવું તો ચાલતું હશે

અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ

છબી
અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ દેશી દારૂની કોથળીના ઢગલા જોવા મળ્યાં અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજીમા દિવસના લાખની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અબાજી ના અંબિકા કોલોની પાછળ અંબાજી જોગી વાસ અને મયુર મારબલના પાછળ ના વિસ્તારોમાં દેશી દારૂની રેલમછેલ થતી હોય તેવી ચર્ચાઓ એ જોર પકડયું છે અને જાહેર રસ્તાઓ અને જાહેર મુતડીઓમા દેશી દારૂના ઢગલા જોવા મળી રહયાં છે તેમ છતાં પણ અંબાજી પોલીસ ની ઊંઘ ઉડતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના એસપી તાત્કાલિક ધોરણે અંબાજી ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર લાલઆંખ કરે અને અંબાજી ની પવિત્ર છબીનુ નામ ખરાબ થતું અટકાવે તેવી જાહેર જનતાની માગ ઉઠી રહી છે  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવીપત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ

છબી
મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી પત્રકાર એકતા પરિષદના  તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. 17/05/2022 ને મંગળવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્તરે થી મનોજભાઈ રાવલ,  અરવલ્લી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા,ઉપ પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા,વૈભવભાઈ રાઠોડ,અમિતભાઇ ઉપાધ્યાય,બાબરભાઈ પટેલ,જયદીપ ભાટિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. જિલ્લાના ઉપપ્રમુખ શૈલેષભાઇ અને વૈભવભાઈ તેમજ અમિતભાઈએ  સંગઠનમાં જો