પોસ્ટ્સ

માર્ચ 19, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ

છબી
*_પત્રકાર એકતા સંગઠન_* પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ ગુજરાતના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓની કારોબારીની રચના કરવા અંગેની ની મિટિંગ હોટેલ રાજવીના હોલ ખાતે યોજાઇ હતી. આ મિટિંગ માં  પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની રાહબરી હેઠળ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી અંબારામ રાવલ, ઝોન-6ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન-6ના સહપ્રભારી દિનેશભાઈ કલાલ, ઝોન-8ના પ્રભારી હેમૂભા વાઘેલા, ઝોન-8ના સહપ્રભારી કમલેશભાઈ પટેલ તથા પાટણ જિલ્લા સંગઠનના મહામંત્રી નિલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. બેઠકનું સંચાલન પીઢ પત્રકાર અને જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઈ માંડલિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભવોનું હાજર તમામ મહેસાણા જિલ્લાના  તેમજ તમામ તાલુકાના  પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરી સન્માન કર્યું હતું. પત્રકાર એકતા સંગઠન ના

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

છબી
આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા, 19 માર્ચ: મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી જન જાગૃતિ માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે. એમાંય "આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર" આંદોલન આ મોડાસા પંથકમાં ક્રાન્તિ કરી રહ્યું છે. ગત દિવસ એવો એક કાર્યક્રમ થયો જેમાં નવ દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ નથી. તેઓને પોતાની આગલી પેઢી  જન્મથી જ સંસ્કારવાન બને તે માટેના સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગિયાર નવ દંપતિ એ આ પ્રિ-પ્લાનીંગ- શ્રેષ્ઠ ગર્ભ ધારણ સંસ્કાર માટે જોડાયા હતા.       આ ગર્ભ ધારણ સંસ્કાર  કરાવનાર દંપતિએ ગર્ભ રહેતા પહેલાં પોતાની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એવું ખૂબ જ ઝીણવટથી સમજાવવામાં આવે છે. આવા શ્રેષ્ઠ માર્ગદર્શન પછી જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારે જે સંતાન જન્મ ધારણ કરે તે ખૂબ જ તંદુરસ્ત , ખૂબ જ સંસ્કારવાન હોય જે આગળની પેઢીમાં શ્રેષ્ઠ સાબિત થાય. 

ડીસામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરાઈ....*

છબી
*ડીસામાં ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરાઈ...       ડીસા શહેરમાં નાના-મોટા બધા ભેગા મળીને પરિવાર સાથે તેમજ મહોલ્લામાં આનંદ-ઉલ્લાસ સાથે ધૂળેટીની મજા નો સર્વ લોકોએ ધામધૂમથી રંગો સાથે આનંદભેર ઉત્સવ મનાવ્યો હતો.                     PHN NEWS